December 4, 2024

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલ વિફર્યા, BJP પર લગાવ્યા ગંભીર આરોપ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: સુરતમાં કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીના ફોર્મના વિવાદ વચ્ચે હવે ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીમાં હાજર રહ્યાં હતા, પરંતુ તેમને ટેકેદાર ન પહોંચતા આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી પંચ દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, નિલેશ કુંભાણીના ચારેય ટેકેદારો એક સાથે જ ગાયબ થઇ ગયા અને ચારેય લોકોએ એક જ વ્યક્તિ પાસે નોટરી કરાવી તેવું શક્ય નથી.

નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદને લઇને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કોન્ફરન્સમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વિરોધનું વાતાવરણ છે. લોકો બેરોજગારી, પાણી અને GST મુદ્દે છડી વરસાવે છે. વધુમાં તેમણે કહ્યું કે, બીજેપીના નેતા જાહેરમાં એક બીજા પર આક્ષેપ કરે છે અને કમલમ્ પર ટોળા ભેગા થાય છે. બીજેપી પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે, પેજ પ્રમુખથી લઈને કાર્યકરો વિરોધ કરે છે. બીજેપી સામે તમામ સમાજના લોકોનો વિરોધ કરે છે. પાટીદારો પણ કહે છે કે અમે વિરોધ કરતા ત્યારે પોલીસ ઘરમાંથી કાઢીને મારતા હતા. પોલીસને કેવી રીતે વર્તવું એ કહેવુ પડે છે.

વધુમાં શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું હતું કે, અમારા સમય પણ વિરોધ થતાં પણ એક સંવાદ કરીને નીરાકરણ લાવ્યા હતા. બીજેપી સામે આદિવાસી સમાજનો વિરોધ છે. કોળી સમાજનો વિરોધ છે. બીજેપીના વિરોધમાાં જુવાળ ઊભો થયો છે. BJPએ તરકીબ રચી હતી કે, ફોર્મ રદ્દ કરાવો. વધુમાં તેમણે કહ્યું કે, આભાર લીગલ ટીમનો કે એકપણ ફોર્મ રદ્દ ન થાય તેની કાળજી રાખી હતી. ભાવનગરમાં AAPનાં ઉમેદવાર સામે હતા જે પણ મંજૂર થયું. બીજી બાજુ સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી બીજેપીને ફાડ પડી હતી.

ગોહિલે કહ્યું કે, સૌરાષ્ટ્રવાસીઓ, પાટીદારો, માલધારી સમાજમાં બીજેપી સામે રોષ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સુરત હારશે તેની બીક હતી તે હારશે. લોકશાહીમાં કાળા વાવટા પર પ્રતિબંધ ફરમાવ્યો અને માંગીતી રકમ ઉમેદવારને ઓફર કરાઇ છે, પરંતુ ઉમેદવાર ઝૂક્યા નહીં જેથી અવનવા હથકંડા અપનાવીને ટેકેદારો અરજી કરવી.

પરશોત્તમ રૂપાલાનાં 50 રૂપિયાના એફિડેવિટ પર અપક્ષના વાંધા અંગે શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમે ફેર ઇલેક્શનમાં છીએ. અમે ક્યારેય કોઈના ફોર્મ રદ્દ કરવાાંમાં માનતા નથી. લોકશાહીમાં જનતા મહાન હોય છે તેઓ નિર્ણય કરશે. વધુમાં તેમણે કહ્યું કે, કોઈપણ સાક્ષી ભય કે દબાણ થયું કે નહીં તેની તપાસ થવી જોઈએ, કારણ કે તમામ 4 લોકોને પોલીસ જાપ્તામાં રાખીને એફિડેવિટ આપીને જતા રહે છે. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ આ પ્રકારનો પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે આ પ્રકાર ની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી, પરંતુ આજે તે લોકસભા ગ્રાહ્ય રાખી છે. વધુમાં ઉમેર્યં કે, આજે ચારેય જણા એક જ લોકો જોડે એફિડેવિટ કરાવે છે, કેવી રીતે આમ બની શકે. સાથે સાથે ગોહિલે ફોરેન્સિક તપાસની પણ માગ કરી હતી. વિશ્વમાં સાચી લોકશાહી ફક્ત ભારતમાં જ ચાલી છે. અનેક સત્તાઓ આવી અને ગઈ, પરંતુ કોઈ પ્રશ્ન ઉભા થયા નથી. બીજી બાજુ આજે વિશ્વના જાણીતા અખબારો અને ટીવી ચેનલ ટીકા કરે છે.