રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના બની, બાળકીને ગુપ્તાંગના ભાગે ઇજાનો શિક્ષિકા પર આરોપ

Rajkot News: રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના સામે આવી છે. નર્સરીમાં અભ્યાસ કરતી બાળકીને ગુપ્તાંગના ભાગે ઇજાનો શિક્ષિકા પર આરોપ કરવામાં આવ્યો છે. બાળકીના માતા પિતા પદ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. બાળકીના પિતાએ કહ્યું કે મારી દીકરીએ પહેલી વખત માતાને ફરિયાદ કરી ત્યારે ધ્યાન ન આપ્યું બીજી વખત ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો જાણવા મળ્યો હતો.

બાળકીના પિતાએ કહી આ વાત
બાળકીના પિતાએ કહ્યું કે મારી દીકરીએ પહેલી વખત માતાને ફરિયાદ કરી ત્યારે ધ્યાન ન આપ્યું. બીજી વખત ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો જાણવા મળ્યો. હાલ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાઈ. દીકરીના પિતાએ કહ્યું આવા શિક્ષકોને સજા મળવી જોઈએ. બાળકીને જનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. સ્કૂલના પ્રિન્સિપાલ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જેને સમગ્ર આક્ષેપ નકારી કાઢ્યા હતા. પ્રિન્સિપાલે કહ્યું પડદા પાછળના અમુક ખેલાડીઓ સ્કૂલને બદનામ કરે છે. અમે તમામ સીસીટીવી ફૂટેજ બતાવવા તૈયાર અને પિતાએ પણ ફૂટેજ જોયા જ છે. સ્કૂલના શિક્ષિકાઓ કે જેમના પર આક્ષેપ થયા છે તેઓ પણ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ પણ વાંચો: GT vs DC: અમદાવાદની પિચ પર કોણ ચમકશે? જાણો સંપૂર્ણ પિચ રિપોર્ટ

આક્ષેપ થયા તે શિક્ષિકાએ કહી આ વાત
જેમના પર આક્ષેપ થયા છે તે સ્કૂલના શિક્ષિકા મિતલબેને કહ્યું કે વાલીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાયા છે. બાળકી ચાર વર્ષની છે તેને બોલતા પણ આવડતું નથી. બાળકીને શારીરિક બીજી તકલીફ હશે ,સીસીટીવી પણ તેના માતા પિતાને ચેક કરવા દીધા છે. શિક્ષણ ક્ષેત્રમાં હું 10 થી 15 વર્ષથી જોડાયેલી છું. આવા બનાવો બનશે તો કેમ સ્કૂલમાં નોકરી કરવી તે શિક્ષકો વિચાર કરશે.