શેરમાર્કેટની શરૂઆત સ્થિર, નિફ્ટી 21,929 પોઈન્ટ પર
નવી મુંબઈ: આજે શેરબજારેની સ્થિર શરૂઆત થઈ છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ સમાન સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું છે. આ સ્ટોરી લખાઈ રહી છે તે સમયે BSE સેન્સેક્સ 50 પોઈન્ટના વધારા સાથે 71,650 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારે નિફ્ટી 50 મામુલી નુકસાન સાથે 21,780 પોઈન્ટની નજીક હતો.
બજાર ખૂલતા પહેલા ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ સાધારણ 5 પોઈન્ટ વધીને 21,929 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા હતા. જે સંકેત આપી રહ્યું હતું કે બજાર આજે સાવધાનીપૂર્વક શરૂઆત કરી શકે છે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 125 પોઈન્ટથી વધુના વધારા સાથે 71,720 પોઈન્ટને પાર કરી ગયો હતો. તો નિફ્ટી લગભગ 20 પોઈન્ટ મજબૂત થઈને 21,800 પોઈન્ટના સ્તરે હતો.
ઘટાડો જોવા મળ્યો
ગયા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ 167.06 પોઈન્ટ (0.23 ટકા)ના મામુલી વધારા સાથે 71,595.49 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટીમાં 64.55 પોઈન્ટ (0.30 ટકા) નો થોડો વધારો થયો હતો. જે 21,782.50 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 490.14 પોઈન્ટ અથવા 0.67 ટકાનો ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 71.3 પોઈન્ટ અથવા 0.32 ટકા ઘટીને બંધ થયો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
વૈશ્વિક બજારોની વાત કરીએ તો તેમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે યુએસ માર્કેટમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.14 ટકા ડાઉન હતું, જ્યારે S&P 500 0.57 ટકા અને નાસ્ડેક 1.25 ટકા ઉપર હતા. S&P 500 ઇતિહાસમાં પ્રથમ વખત 5000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો.
મોટાભાગના એશિયન બજારો બંધ રહ્યા હતા
મોટા ભાગના એશિયન બજારો આજે મિશ્રિત રહ્યા છે. જાપાનનો નિક્કી સવારે 0.1 ટકા સુધર્યો હતો, જ્યારે ટોપિક્સ 0.20 ટકા નીચે હતો. ચાઈનીઝ નવા વર્ષ નિમિત્તે આજે હોંગકોંગના હેંગસેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝીટમાં કોઈ વેપાર થશે નહીં. આજે સોમવારે મલેશિયા, સિંગાપોર, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં પણ શેરબજાર બંધ રહ્યા છે.