November 23, 2024

Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ભારત માટે બેવડી સદી ફટકારનાર બીજી બેટ્સમેન

Shafali Verma Double Century: T20 વર્લ્ડ કપ 2024ની કાલે 29 જૂને ફાઇનલમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. આ સમયે ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ ઈતિહાસ રચી દીધો છે.

શેફાલીનું નામ જોડાઈ ગયું
ચેન્નાઈમાં આજથી શ્રેણીની મેચ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય ટીમની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ ઈતિહાસ રચી દીધો છે. હવે આ યાદીમાં શેફાલીનું નામ પણ જોડાઈ ગયું છે. મિતાલી રાજે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે બેવડી સદી ફટકારી હતી. વર્ષ 2002માં મિતાલી રાજે ઈંગ્લેન્ડ સામે 214 રનની ઈનિંગ રમી હતી. અત્યારે સુધીમાં અત્યાર સુધી કોઈ મહિલા બેટ્સમેન આવું કરી શકી ન હતી.

આ પણ વાંચો: IND vs SA Final Weather Report: ફાઇનલના દિવસે વરસાદ બનશે વિલન?

રન બનાવ્યા
તેણે ચોગ્ગા અને છગ્ગાથી 200થી વધુનો સ્કોર પૂરો કર્યો છે. સતત બે છગ્ગા ફટકારીને, તેણી સીધી 199 સુધી પહોંચી ગઈ અને તે પછી, સિંગલ લઈને, તે બેવડી સદી પણ પૂર્ણ કરવામાં સફળ રહી છે. જોકે શેફાલી વર્મા મિતાલી રાજનો રેકોર્ડ તોડી શકવામાં સફળ રહી નથી. તેણે 195 બોલમાં 205 રન બનાવ્યા હતા. તેણે 23 ચોગ્ગા 8 છગ્ગા લાગ્ગા છે. શેફાલીએ પહેલા તેની બીજી ઓપનર સ્મૃતિ મંધાના સાથે 292 રનની ભાગીદારી હતી.