CSK ઓલરાઉન્ડર ખેલાડીએ દિલ જીતી લીધું, 10 યુવા ખેલાડીઓને 70 હજાર રૂપિયાની કરી મદદ

Shivam Dube: CSKના ઓલરાઉન્ડર શિવમ દુબેને તમિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન એવોર્ડ્સ અને સ્કોલરશિપ ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ સમયે તેમણે 10 ખેલાડીઓને 70 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: શ્રેયસ ઐયરની બહેને ટ્રોલ્સને આપ્યો જોરદાર જવાબ, જાણો સમગ્ર મામલો
શિવમ દુબેએ 70,000 રૂપિયા આપવાની જાહેરાત કરી
તમિલનાડુના 10 ઉભરતા યુવા ખેલાડીઓને શિવમ દુબેએ પ્રત્યેકને 70,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મિલનાડુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન એવોર્ડ્સ અને સ્કોલરશિપ ઇવેન્ટમાં તેમને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. આવું કરતાની સાથે તેમણે દરેક લોકોના દિલ જતી લીધા હતા. આ દરમિયાન, રમતવીરોને TNSJA દ્વારા 30 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. શિવ દુબેએ કહ્યું કે આ કાર્યક્રમ ખરેખર બધા યુવા ખેલાડીઓ માટે પ્રોત્સાહક છે. આ નાની સિદ્ધિઓ તેમને વધુ મહેનત કરવા અને દેશનું ગૌરવ વધારવા માટે પ્રેરણા પૂરી પાડશે. આ આમંત્રણ માટે હું તમામનો આભાર માનું છું.