July 4, 2024

MPના આશ્રમમાં 3 બાળકોના મોતથી હડકંપ, 2ની હાલત હજુ ગંભીર

Indore: ઈન્દોરના મલ્હારગંજ સ્થિત શ્રી યુગપુરુષ ધામમાં ત્રણ બાળકોના મોત થયા છે. કહેવાઈ રહ્યું છે કે બાળકોના લોહીમાં ઈન્ફેક્શન મળી આવ્યું છે. ઇન્ફેકશનને કારણે 12 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી બેની હાલત ગંભીર છે. મંગળવારે સવારે તમામ બાળકોને એમવાય હોસ્પિટલથી ચાચા નેહરુ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ ઘટનામાં કરણ અને આકાશ નામના બે બાળકોના મોત થયા છે. 2 વર્ષીય કરણ દેવાસ જિલ્લાના સોનકચ્છનો રહેવાસી છે. તેને 15 મહિના પહેલા જ ચાઇલ્ડ લાઇનના માધ્યમથી આશ્રમ ખાતે લવાયો હતો. જ્યારે નર્મદાપુરમ જિલ્લાનો રહેવાસી આકાશને ચાઇલ્ડ લાઇન દ્વારા ત્રણ મહિના પહેલા આશ્રમમાં સોંપાયો હતો. મલ્હારગંજ પોલીસના જણાવ્યા પ્રમાણે 12 વર્ષના કરણની સોમવારે તબિયત લથડી હતી અને બાદમાં મોત થયું. ત્યારબાદ મંગળવારે સવારે 7 વર્ષના આકાશનું પણ મોત થયું. આશ્રમના સ્વયંસેવકોનું કહેવું છે કે સૌથી પહેલા આશ્રમમાં કૃષ્ણાને ઇન્ફેકશન થયું હતું. પરંતુ તે સ્વસ્થ થઈ ગયો હતો. બાદના અન્ય બાળકોની હાલત પણ બગાડવા લાગી હતી પરંતુ તેમની સ્થિતિ સારી નથી થઈ શકી.

મધ્યપ્રદેશના અનેક જિલ્લાના બાળકો અહી કરે છે અભ્યાસ
મધ્યપ્રદેશના અનેક જિલ્લાના બાળકો અહીં રહીને અભ્યાસ કરે છે. તેમને અલગ-અલગ જિલ્લામાંથી લાવીને આશ્રમને સોંપવામાં આવ્યા હતા. આશ્રમ 2006માં 78 વિકલાંગ બાળકો સાથે શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં 217 માનસિક વિકલાંગ બાળકો છે જેમાંથી 101 છોકરાઓ અને 116 છોકરીઓ છે.

તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે: જિલ્લા કલેકટર
કલેક્ટર આશિષ સિંહના જણાવ્યા અનુસાર બે બાળકોના મોત થયા છે. એક મૃત્યુ ઝાડા અથવા ડિહાઇડ્રેશનને કારણે થયું હોવાની આશંકા છે અને એક બાળકનું મોત ફિટ જેવી બીમારીને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. તપાસ બાદ જ સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થશે.