August 19, 2024

Curdમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે ખાંડ?

Curd: દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટા ભાગના લોકોને દહીં ખાવું પસંદ હોય છે. પરંતુ તમે કયારે પણ વિચાર્યું કે દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાવું જોઈએ કે મીઠું નાંખીને ખાવું જોઈએ? જો તમે વિચાર્યું ના હોય અને જો તમને તમારા આ સવાલ નો જવાબ મળ્યો નથી તો અમે તમારા માટે એ માહિતી લઈને આવ્યા છીએ. જેનાથી તમારા આ સવાલ નો જવાબ ચોક્કસ મળી જશે.

દહીં ખાવાની સાચી રીત
જો સાદા દહીંનું સેવન કરવાને બદલે તમે દહીંમાં મધ, ખાંડ, મગની દાળ અને આમળા જેવી વસ્તુઓ મિક્સ કરીને ખાઓ તો તમારી હેલ્થને જબરદસ્ત લાભ મળી શકે છે. જો તમે તમારી પાચનક્રિયા સુધારવા માંગો છો તો તમે તેમા મીઠું નાંખીને ખાવાનું રાખો.

પદ્ધતિ વધુ ફાયદાકારક 
દહીં એસિડિક હોય છે, તેથી જો તમે દહીંમાં વધુ પડતું મીઠું નાખો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે. મીઠું ભેળવીને ખાવાથી તમને ઘણી સમસ્યા શકે છે. ઘણીવાર મીઠાને બદલે ખાંડ ઉમેરીને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ઈચ્છો તો દહીંમાં ખાંડને બદલે ગોળ અથવા મધ પણ મિક્સ કરી શકો છો.

આ પણ વાંચો: બાફેલા ચણા આ ગંભીર રોગને તમારાથી રાખશે દૂર

બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે
બ્લડ પ્રેશરના દર્દીઓએ દહીંમાં મીઠું ન ભેળવવું જોઈએ, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ રીતે પડી શકે છે. આવી બેદરકારીને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે.