August 7, 2024

ગેમ પ્લાન ‘ગંભીર’રીતે બદલાશે? ઐય્યરને ચાન્સ મળવાના એંધાણ પાક્કા

Gautam Gambhir: જ્યારેથી ગૌતમ ગંભીરને કોચ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે ત્યારથી એને લઈને અનેક એવી વાત થઈ રહી છે. ટીમમાં ફેરફારથી લઈને રમવાની ફોર્મ્યુલા સુધી એક આખું પ્રકરણ લખી શકાય એવી ચર્ચાઓ ચાલી રહી છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, હવે તે કોનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરશે.આ મુદ્દો એની તો કેટલાક સિલેક્ટર્સની પણ પરીક્ષા કરી શકે છે. શુભમનની ટીમ ટુર્નામેન્ટ પુરી કરીને આવશે ત્યાં સુધીમાં ઘણા એવા નવા ચહેરા ટીમ ઈન્ડિયા તરફથી રમવા માટે તૈયાર છે. આ સિલેક્શનમાં ગંભીરની ભૂમિકા અને ખેલાડી પ્રત્યેનું વલણ કેવું રહેશે એના પર સૌની નજર છે.

શ્રેયર ઐય્યરનું શું થશે
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરના દરેક નિર્ણય પર ચાહકોની નજર છે. આમાંથી એક નિર્ણય શ્રેયસ અય્યરની ટીમ ઈન્ડિયામાં વાપસીને લઈને છે. છેલ્લે શ્રેયસ અય્યર જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2024માં ODI અને આંતરરાષ્ટ્રીય T20માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો. ત્યાર પછી તે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો નથી. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થવાની સંભાવના છે. IPL 2024 ટ્રોફી જીત્યા ત્યારથી શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે.

મુંબઈનો વીડિયો વાયરલ
મુંબઈમાં ભારે વરસાદમાં તેની ટ્રેનિંગનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, ગૌતમ ગંભીર કે ક્રિકેટ બોર્ડ તરફથી ખાસ કોઈ નવા ચહેરા અંગે વાત જાણવા મળી નથી. મુંબઈમાં ભારે વરસાદ છતાં શ્રેયસ અય્યર પોતાના સમર્પણ અને મહેનતનો પુરાવો આપી રહ્યો છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં IPL 2024નો વિજેતા કેપ્ટન રેસ ટ્રેક પર ટ્રેનિંગ કરતો જોવા મળે છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવાની તેની તૈયારીનો સંકેત છે. 29 વર્ષીય શ્રેયસ અય્યરને ફેબ્રુઆરી 2024માં બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કારણ કે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેનું પ્રદર્શન સંતોષકારક ન હતું.

આ પણ વાંચો: ભારતીય કેપ્ટન તરીકે Shubman Gill આ ખાસ ક્લબનો ભાગ બન્યો 

વર્લ્ડકપમાં લેવાયો જ નહીં
આ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેવાને કારણે તેને T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. જ્યારે શ્રેયસ અય્યર તેની કેપ્ટનશિપમાં KKRને IPL 2024નો ખિતાબ અપાવવામાં સફળ રહ્યો હતો.તાજેતરમાં, ગૌતમ ગંભીરની ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેના કારણે શ્રેયસ અય્યરની વાપસીની ચર્ચાઓ વેગ પકડી રહી છે. ગંભીર, જેણે KKRમાં ઐયરને માર્ગદર્શન આપ્યું હતું. તે રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસીને સમર્થન આપી શકે છે. બંને વચ્ચે સફળ ભાગીદારી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પરિણામો લાવી શકે છે. જો નવી ટીમ તૈયાર થાય અને કેટલાક ફેરફાર કરવામાં આવે તો ઐય્યરનો ચાન્સ મોટી ટ્રોફી રમવામાં લાગી શકે એમ છે.