ટીમ ઈન્ડિયામાંથી કપાશે શુભમન ગિલનું કાર્ડ?

IND vs BAN T20 Series: શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T-20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે ગિલને આ શ્રેણીમાંથી બ્રેક આપવામાં આવી શકે છે. ગિલની સાથે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ આરામ આપવામાં આવી શકે છે.

આરામ આપવામાં આવી શકે
શુભમન ગિલ પહેલા ઝિમ્બાબ્વે બાદ અને પછી શ્રીલંકા પ્રવાસ પર ગયો હતો. આ પછી તે દુલીપ ટ્રોફી 2024માં પણ રમ્યો હતો અને હવે ટેસ્ટ શ્રેણીમાં રમશે. જેના કારણે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું મેનેજમેન્ટ ગિલને બ્રેક આપી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે શુભમન ગિલની સાથે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ આરામ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: IPL 2025: શું KL રાહુલ RCB સાથે જોડાશે?

સિનિયર ખેલાડીઓને બ્રેક
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લગભગ આખું વર્ષ રમે છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેચ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ અને સ્થાનિક ક્રિકેટ પણ રમતા દોવા મળે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જો આરામ ન આપવામાં આવે તો ઈજા થવાનું જોખમ વધી શકે છે. BCCI સિનિયર ખેલાડીઓને બ્રેક આપવા પર વિચાર કરી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના ગ્વાલિયરમાં રમાવાની છે.