August 8, 2024

ચાંદીના ભાવમાં તેજીના અણસાર, 1.25 લાખ રૂપિયા થવાની સંભાવના

Silver Price Hike: ચાંદીની ચમકમાં આવનાર દિવસોમાં ફરી એકવાર તેજી આવી શકે છે. ટૂંક સમયમાં ચાંદીના એક લાખ રૂપિયાથી વધીને ભાવ વધીને 1.25 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. ચાંદીના ભાવને લઈને મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસએ પોતાના એક રિપોર્ટમાં આ ભવિષ્યવાણી કરી છે. પોતાના રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે રોકાણકારોને ચાંદીના ભાવમાં થનાર ઘટાડાને લઈને ખરીદી કરવાની સલાહ આપી છે.

1.25 લાખ રૂપિયા થઈ શકે છે ચાંદીના ભાવ
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે ચાંદીને લઈને ત્રિમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં રોકાણકારોને ઘટાડા પર ચાંદી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. અહેવાલમાં બ્રોકરેજ હાઉસે ચાંદીના ભાવને લઈને તેના જૂના લક્ષ્યાંકમાં ફેરફાર કર્યો છે. મોતીલાલ ઓસવાલે ચાંદી પર તેનો જૂનો ટાર્ગેટ ભાવ રૂ. 1 લાખથી વધારીને રૂ. 1,25,000 પ્રતિ કિલોગ્રામ કર્યો છે, જ્યારે કોમેક્સ પર 40 ડોલર પ્રતિ ઔંસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે કહ્યું કે આ ટાર્ગેટ 12 થી 15 મહિનામાં હાંસલ કરી શકાય છે.

ઘટાડો થતાં ખરીદી કરવાની સલાહ
બ્રોકરેજ હાઉસના રિસર્ચ નોટ મુજબ, તાજેતરના મહિનાઓમાં ચાંદીના ભાવમાં 30 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. જેને લઈને અમુક સમયાંતરે પ્રોફિટ બૂકિંગ જોવા મળી શકે છે. એટલે, ચાંદીના ભાવમાં થનાર ઘટાડાનો ખરીદવાની તક તરીકે ઉપયોગ કરવો જોઈએ. બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે કે 86,000 – 86,500 રૂપિયા ચાંદી માટે પ્રમુખ સપોર્ટ લેવલ છે.

કેમ આવશે ચાંદીના ભાવમાં તેજી?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાંદી સ્લો મૂવરના ટેગ માંથી બહાર આવી ગઈ છે અને આ વર્ષે ચાંદીના ભાવમાં ઝડપથી ઉછાળો થતો જોવા મળ્યો છે, સોના અને ચાંદી વચ્ચેની રેસમાં ચાંદી જીતની નજીક છે. ફેડ અને વ્યાજદરોમાં ઘટાડો કરવાના નિર્ણયની રોકાણકારો રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં નબળા ઇકોમોનિક ડેટાથી મેટલ્સને ટેકો મળી રહ્યો છે. સપ્ટેમ્બર ફેડ મિટિંગમાં 70 ટકા વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે. તો વૈશ્વિક તણાવને કારણે ભાવમાં ઝટકા પણ લાગી રહ્યા છે. 2024માં ચાંદીની સ્થાનિક આયાત વધી છે અને 4000 ટન સુધી પહોંચી ગઈ છે. ઇટીએફમાં ફળો સામાન્ય છે પરંતુ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટનું માનવું છે કે ચાંદીની સપ્લાય ડિમાન્ડ કરતાં ઓછી રહી શકે છે અને ચીનમાં આર્થિક વિકાસ તેજ ઝડપી થતાં ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સની માંગમાં વધારો થવાને કારણે ચાંદીના ભાવ વધી શકે છે.