June 28, 2024

SIM Card બંધ કરી રહી છે મોબાઈલ નેટવર્ક કંપનીઓ, જાણો શું છે મામલો

સિમ કાર્ડ લેવા માટે વરિફિકેશન પ્રોસેસને પણ ખુબ જ ટાઈડ કરી દેવામાં આવી છે.

New SIM Card Rules: આજકાલ દરેક લોકોની પાસે SIM Card હોય છે પરંતુ સંબંધિત નિયમો વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તેના વિશે જાણકારી આપીશું કારણ કે ભારતમાં ઘણાખરા નિયમો સિમ કાર્ડ કંપનીઓ અલગથી નિયમો આપે છે અને તે સિમ કાર્ડ બંધ પણ કરી શકે છે. પરંતુ આવું કઇ સ્થિતિમાં કરવામાં આવે છે. તે જાણવું તમારા માટે ખુબ જ જરૂરી છે.

કેમ બંધ થાય છે સિમ કાર્ડ
સિમ કાર્ડનો નિયમ જણાવે છે કે મોબાઈલ નેટવર્ક કંપનીઓને સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવાની સંપૂર્ણ પરવાનગી આપે છે જો કોઇ ગ્રાહક નિયમોનું ઉલ્લંઘન કરે છે. હવે નિયમ છે કે તમારે સિમ કાર્ડ સતત ઉપયોગ કરવાનું હોય છે. જો તમારૂં સિમ કાર્ડ લાંબા સમય સુધી બંધ કરે છે તો તેને મોબાઇલ નેટવર્ક ઓપરેટર સુરક્ષાને ધ્યાનમાં રાખી ડિએક્ટિવેટ કરી શકે છે. સિમ કાર્ડનો ખોટો ઉપયોગ પણ થઇ શકે છે. આજ કારણે તમારે તમારૂ સિમ કાર્ડ સતત ઉપયોહ કરવું જોઇએ.

આ પણ વાંચો: ઉમરપાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડરની ઘટના મામલે સનસનીખેજ ખુલાસો

વેરિફિકેશન પ્રોસેસ
સિમ કાર્ડ લેવા માટે વરિફિકેશન પ્રોસેસને પણ ખુબ જ ટાઈડ કરી દેવામાં આવી છે. હવે તમારે એડ્રેસ અને નામનું વેરિફિકેશન કરાવવાનું હોય છે. એક વખત વેરિફિકેશન થઇ ગયા બાદ તમારા માટે સીમ કાર્ડનો ઉપયોગ કરવું સરળ બની જશે, પરંતુ નવા સિમના ઈશૂને લઈ ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે તમારે E-Verification કરાવવાનું રહેશે.

એકથી વધુ સિમ કાર્ડ
જો તમારી પાસે એકથી વધુ સિમ કાર્ડ છે તો પણ તે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર્સને પરવાનગી આપે છે કે તે તેને બંધ કરી શકે છે. સરકારે ક્રિમિનલ અને આતંકી ગતિવિધિઓ પર લગામ કસવા માટે ફેંસલો લીધો છે. કારણ કે નંબર ઓફ સિમનો ઉપયોગ કરવું ક્રાઇમને પ્રોત્સાહન આપી શકે છે. TRAI તરફથી થોડા સમય પહેલા જ આ નિયમને લગાવવામાં આવ્યો છે, જેને દરેક સિમ કાર્ડ હોલ્ડરને ફોલો કરવાનું હોય છે. તમારે તે નિયમોને ફોલો કરવું જોઇએ.