July 2, 2024

ભારે ગરમીથી ત્વચાને કેવી રીતે બચાવશો? આ ટિપ્સને કરો ફોલો

summer skin care: ભારે ગરમી પડવાના કારણે શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેમાંથી સૌથી વધારે અસર ત્વચાને થાય છે. કાળઝાળ ગરમીના કારણે ચામડીને લગતી સમસ્યામાં વધારો થતો હોય છે. સનબર્ન, ટેનિંગ અને ત્વચા પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓથી ઉનાળામાં લોકો પીડાતા હોય છે.

ત્વચાની સંભાળ રાખવી
ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી ખુબ જરૂરી છે. ઉનાળામાં ડિહાઈડ્રેશન અને સ્ટ્રોકની સમસ્યા પણ વધી જાય છે. સૂર્યના યુવી કિરણો ત્વચાને ભારે નુકશાની પહોંચાડે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ઉનાળામાં તમારી ત્વચાની જાળવણી કેવી રીતે રાખશો. અમે તમને જે માહિતી આપીશું જેના થકી તમે તમારી ચામડીની જાળવણી કરી શકો છો અને ગરમીમાં પણ તમારી ત્વચા એકદમ પરફેક્ટ રહેશે.

કપડાંની સંભાળ રાખો
ઉનાળામાં તમે કેવા કપડાં પહેરો છો તે પણ જોવું જરૂરી છે. જો તમે આ સિઝનમાં સિન્થેટિક કપડાં પહેરો છો. તો તેનાથી તમારી ચામડી ગરમી લાગશે. જેના કારણે તમને ચામડીને લગતા રોગ થવાની સમસ્યા થઈ શકે છે. ગરમીના સમયમાં તમે સુતરાઉ અથવા હળવા ફેબ્રિકના કપડાં પહેરો. જેના કારણે તમને બળતરા કે એલર્જી થવાની સમસ્યા નહીં થાય.

આ પણ વાંચો: મહિલાઓમાં ઝડપથી વાળ ખરવાના આ છે કારણો

સનસ્ક્રીન લગાવો
ત્વચાની સમસ્યાઓ દૂર રાખવા માટે તમારે ત્વચા પર સનસ્ક્રીન લગાવવાનું રહેશે. જેના કારણે ટેનિંગની સમસ્યા દૂર થઈ શકે છે. ઉનાળાના સમયમાં તમે ઘરની બહાર નિકળો છો તો તમે સનસ્ક્રીન લગાવીને ચોક્કસ નિકળો. જેના કારણે તમારી ત્વચામાં સનબર્ન જેવી સમસ્યા નહીં થાય.

મોઇશ્ચરાઇઝર જરૂરી છે
ઉનાળાના સમયમાં તમારી ચામડીને મોઇશ્ચરાઇઝરની ખુબ જરૂર હોય છે. પરંત ઘણા લોકો ઉનાળાના સમયમાં મોઇશ્ચરાઇઝર લગાવવાનું બંધ કરી દેતા હોય છે. સિઝન કોઈ પણ હોય મોઇશ્ચરાઇઝર જરૂરી છે. તૈલી ત્વચા ધરાવતા લોકો વોટર બેઝ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકે છે.

તમારી જાતને હાઇડ્રેટેડ રાખો
ઉનાળામાં શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરતા રહો. ગરમીની સિઝનમાં 4થી5 લીટર પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ. જેના કારણે તમારૂ શરીર હાઇડ્રેટેડ રહેશે. સાદું પાણી, લીંબુ પાણી, નારિયેળ પાણી અથવા જ્યુસ પી શકો છો. જેમ બને તેમ આ સિઝનમાં તમે પ્રવાહી પિવાનું રાખો. જેના કારણે તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે.

ચહેરો ઢાંકવો
ઉનાળાના સમયમાં તમે ઘરની બહાર નિકળો છો ત્યારે ચોક્કસ તમારા ચહેરાને ઢાંકીને બહાર જાવ. જો તમારા ચહેરાની ચામડી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવશે. તો સમસ્યા થઈ શકે છે. ચહેરાને ઢાંકીને જાવ જેના કારણે ત્વચા પણ સુરક્ષિત રહેશે.