November 22, 2024

Skoda Kylaq: સ્કોડાએ લોન્ચ કરી નવી કાર, 7.89 લાખમાં ધાંસુ કોમ્પેક્ટ SUV

Skoda Kylaq Launched Price & Features: Skoda India પોતાની બીજી ઇનિંગમાં ખૂબ જ અગ્રેસીવ જોવા મળી રહ્યું છે. કંપનીએ આજે પોતાની બહુચર્ચિત SUV Skoda Kylaq ની ભારતીય બજારમાં લોન્ચ કરી છે અને પ્રથમ વખત સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરી છે. આ SUVની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ SUVની શરૂઆતની એક્સ-શોરૂમ પ્રાઇઝ 7.89 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સૌથી પહેલા આ SUV ના નામની વાત કરીએ. કંપનીએ આ SUVના નામ માટે એક કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, કંપનીને દેશભરમાંથી 2 લાખથી વધુ એન્ટ્રીઓ મળી હતી, જેમાંથી 7 નામોની પસંદગી કરવામાં આવી હતી અને વોટિંગ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર લોકો તરફથી સૌથી વધુ વોટ મળ્યા બાદ Kylaq નામ નક્કી કરવામાં આવ્યું હતું, જે આજે એક શક્તિશાળી SUVના રૂપમાં આપણી વચ્ચે ઉપલબ્ધ છે. આ SUVનું નામ માઉન્ટ કૈલાશ અને ક્રિસ્ટલથી પ્રેરિત છે.

કેવી છે Skoda Kylaq:
સ્કોડાની આ નવી કોમ્પેક્ટ SUV મૂળ રીતે (MQB A0-IN) પ્લેટફોર્મ પર આધારિત હશે, જે સ્કોડા અને ફોક્સવેગન બંનેની બેકબોન છે. આ પ્લેટફોર્મ પર કુશાક અને સ્લાવિયા પણ બનાવવામાં આવ્યા છે. તેમાં સ્પ્લિટ હેડલેમ્પ, સ્ક્વેર્ડ-ઓફ ટેલ-લાઈટ્સ, બટરફ્લાય ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી રહી છે. નીચે LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે.

જો કે તેના ફ્રન્ટ ગ્રિલ કુશાકની સરખામણીમાં થોડી પાતળી છે. પરંતુ તે તેના ફ્રન્ટ લુકને સુધારવામાં કોઈ કસર છોડતી નથી. બોનેટ પર ક્લિયર ક્રિઝ લાઇન આપવામાં આવી છે. જ્યારે તળિયે એલ્યુમિનિયમ સ્પોઈલર તેને થોડો કોન્ટ્રાસ્ટ લુક આપે છે.

Skoda Kylaq SUV ની સાઇઝ:
સાઇઝની વાત કરીએ તો, Skoda Kylaq ની લંબાઈ 3,995 mm છે અને તેનું વ્હીલબેઝ 2,566 mm છે, જે આ સેગમેન્ટમાં Mahindra XUV 3XO પછી બીજા ક્રમે છે. તેમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ છે અને તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 189 mm છે. જો કે, ગ્રાઉન્ડ ક્લિયરન્સના સંદર્ભમાં, તે Tata Nexonથી થોડી પાછળ છે. કારણ કે નેક્સનમાં તમને 208 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.

પાવર અને પરફોર્મન્સ:
Skoda Kylaq ને કંપની માત્ર એક પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે બજારમાં ઉતારી રહી છે. તેમાં 1.0 લિટર ક્ષમતાનું TSI ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવી રહ્યું છે. આ એન્જિન 115 PSનો પાવર અને 178 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવી છે. આશા છે કે આ SUV વધુ સારી માઈલેજ આપશે.

Skoda Kylaq માં મળશે આ ફીચર્સ:
આ SUVની કેબિન ઘણી ખરી કુશાક જેવી જ લાગે છે. બંનેના ડેશબોર્ડનું લેઆઉટ સરખું છે, જેમાં સાઇડ વેન્ટ્સ, ક્લાઇમેટ કંટ્રોલ પેનલ, ટુ-સ્પોક સ્ટીયરિંગ અને 8-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા કમ્પોનેન્ટસ બંને મોડલમાં સામાન્ય છે. તેમાં 10-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે.

ફીચર્સના સંદર્ભમાં, Kylaq આ સેગમેન્ટમાં તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે છે. આમાં, કંપનીએ સનરૂફ (સિંગલ-પેન), કીલેસ એન્ટ્રી, વાયરલેસ ફોન ચાર્જર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ફ્રન્ટ સીટ વેન્ટિલેશન અને લેધરેટ અપહોલ્સ્ટરી જેવા ફીચર્સ પણ આપ્યા છે.

જોકે, Skoda Kylaq પોતાના હરીફોથી આગળ જતી પણ જોવા મળે છે. તેમાં માત્ર ડ્રાઈવર માટે જ નહીં પરંતુ ફ્રન્ટ પેસેન્જર માટે પણ પાવર્ડ સીટ એડજસ્ટમેન્ટની સુવિધા છે. સરવાળે, કેબિનને કંપની દ્વારા પ્રાઇસ સેગમેન્ટની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેના બધા દરવાજા પર બોટલહોલ્ડર, એક મોટું ગ્લોવબોક્સ અને કપહોલ્ડર્સ છે. ફ્રન્ટમાં બંને સીટ વચ્ચે એટલે કે સેન્ટરમાં આર્મરેસ્ટની સુવિધા પણ આપવામાં આવી છે.

સેફટી ફીચર્સ:
Kylaq ને એ જ MQB-A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે કે જે Skoda Kushaq, Slavia અને Volkswagen Taigun જેવી SUV ને પાવર આપે છે. જો કે હજુ સુધી તેનું ક્રેશ ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી, પરંતુ એવી અપેક્ષા છે કે અન્ય મોડલની જેમ તે પણ 5-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક ડિફરન્શિયલ લોક અને ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. Skoda દાવો કરે છે કે Kylaq માત્ર 10.5 સેકન્ડમાં 0-100 kmph થી ઝડપ મેળવી શકે છે, જે તેને સેગમેન્ટમાં સૌથી ઝડપી કોમ્પેક્ટ SUV બનાવે છે.