May 17, 2024

આ 7 કારણોથી સ્માર્ટફોન ગરમ થવા લાગે છે!

અમદાવાદ: ફોન નવો હોય કે જૂનો ગરમ થવાની સમસ્યા ચોક્કસ થતી હોય છે. ફોન એટલી હદ સુધી ગરમ થઈ જાય છે કે હાથ પણ લગાવવો મુશ્કેલ બની જાય છે. પરંતુ ખબર મોટા ભાગના લોકોને એ સવાલ થતો હોય છે કે આ ફોન કેમ ગરમ થઈ જાય છે. ફોન ગરમ ના થાય તેના માટે શું કરવું જોઈએ તે પણ કોઈને માહિતી હોતી નથી. તો આજે અમે તમને તમામ માહિતી આપશું કે કેમ ફોન ગરમ થાય છે.

ઘણા પ્રકારની સમસ્યાઓ
આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત બની ગયો છે. ફોન વગર કોઈ રહી ના શકે. તે પછી કોઈ પણ ઉંમરના હોય ફોનનો વપરાશ ચોક્કસ વધી ગયો છે. જો તમારી પાસે ફોન ના હોય તો તમારા પોતાના કેટલા કામ અટકી જાય એ તમે ખુદ વિચારી લો. જ્યારે ફોન જૂનો થવા લાગે છે ત્યારે ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. મોટા ભાગના ફોન ઓવરહિટીંગની સમસ્યાનો સામનો કરે છે.

આ પણ વાંચો: WhatsApp એ નવી ડિઝાઈનનું ટેસ્ટિંગ કર્યું શરુ!

કેમ થાય છે ફોન ગરમ
ફોન ગરમ થાય છે તેનું એક કારણ હવામાન પણ હોય શકે છે. જો તમે સતત ગરમ જગ્યા પર રહો છો તમારો ફોન ચોક્કસ ગરમ થવાનો. જો તમે ફોનને ચાર્જ કરો છો ત્યારે પણ તેનો ઉપયોગ કરો છો તો તે સમયે પણ ફોન ગરમ થઈ જાય છે. તેનું કારણ એ છે કે બેટરી ઉપર દબાણ આવે છે અને પછી ફોન ગરમ થઈ જાય છે. ફોન ગરમ થવાનું કારણ ફોનનું કવર પણ છે. કારણ કે કવરમાંથી નીકળતી ગરમીને બ્લોક કરી દે છે જેના કારણે ફોન ગરમ થઈ જાય છે. બેટરી ડેમેજ થવાના કારણે પણ તમારો ફોન ગરમ થશે. આ સાથે તમારો ફોન જો ઓછા પ્રોસેસરવાળો છે તો પણ આ સમસ્યા થવાની પૂરી શક્યતા છે. એક તો ઓછા પ્રોસેસરવાળો ફોન હોય અને તેમાં તમે ગેમિંગ, વીડિયો સ્ટ્રીમિંગ જેવા ભારે કામ કરો છો તો તે સમયે તમારો ફોન ગરમ થઈ શકે છે. તમારો ફોન કોલ ચાલુ છે અને પાછળ બીજી એપ્સ ચાલું છે તો પણ તમારો ફોન ગરમ થઈ જશે. તમારો ફોન જૂનો થઈ ગયો છે અને તેમાં અપડેટ આવી રહ્યા નથી. તો તેના કારણે તમારો ફોન ગરમ થઈ શકે છે.