સ્મૃતિ મંધાના 100 ODI રમનારી 7મી ભારતીય બની

Smriti Mandhana 100th ODI Match: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના રવિવારે શ્રીલંકાની ટીમ સામે મેદાનમાં ઉતરી હતી. ત્યારે તે એક ખાસ ક્લબમાં જોડાઈ ગઈ છે. તે 100 વનડે રમનારી 7મી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેની પહેલા 6 ખેલાડી આ આંકડાને પાર કરી લીધો છે. જેમાં કેપ્ટન મિતાલી રાજ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ ODI મેચ રમનાર ખેલાડી છે. તમને જણાવી દઈએ તેણીએ તેના 23 વર્ષના કરિયરમાં કુલ 232 મેચ રમી છે.

સૌથી વધુ ODI મેચ રમનાર ટોચના 10 ભારતીય મહિલા ક્રિકેટરો
મિતાલી રાજ – 232 મેચ
ઝુલન ગોસ્વામી – 204 મેચ
હરમનપ્રીત કૌર – 144 મેચ
અંજુમ ચોપરા – 127 મેચ
અમિતા શર્મા – 116 મેચ
દીપ્તિ શર્મા – 104 મેચ
સ્મૃતિ મંધાના – 100 મેચ
નીતુ ડેવિડ – 97 મેચ
નુશીન ખાદીર – 78 મેચ
રૂમેલી ધાર – 78 મેચ

આ પણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો, ડેવિડ વોર્નરને પણ છોડી દીધો પાછળ

સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
સ્મૃતિ મંધાનાએ 100 વનડેની સાથે 7 ટેસ્ટ અને 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પોતાની 100મી મેચ પહેલા, તેણે 4288 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં તેના નામે 2 સદી અને 3 અડધી સદી છે.