ઓડિશામાં વાવાઝોડા ‘દાના’ની સાથે સાપે તબાહી મચાવી, 28 લોકો હોસ્પિટલમાં દાખલ
Cyclone Dana: થોડાક કલાકો પહેલા ઓડિશામાં વાવાઝોડું ‘દાના’એ તબાહી મચાવી દીધી હતી. પરંતુ આ દરમિયાન સાપ પણ ખતરાની જેમ ફરી રહ્યા હતા. વાવાઝોડાની સાથે ઘણા વિસ્તારોમાં સાપે પણ પોતાનો આતંક ફેલાવ્યો હતો. સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું કે રાજ્યમાં સાપ કરડવાના કારણે કુલ 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીએમ મોહન ચરણ માઝીએ કહી વાત
રાજ્યના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ શનિવારે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે સાપ કરડવાથી 13 મહિલાઓ અને એક ડૉક્ટર સહિત કુલ 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાવાઝોડાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા પછી તેમણે આ માહિતી આપી હતી. કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોર જિલ્લામાં સાપ કરડવાના 28 કેસ નોંધાયા છે. સાપના ડંખનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સારવાર ચાલી રહી છે અને તેમને સુધારો પણ આવી રહ્યો છે.
આ પણ વાંચો: ચેન્નાઈની શાળામાં ગેસ લીકેજ, 30 વિદ્યાર્થીઓ બીમાર
ડોક્ટરને સાપ કરડ્યો
ઓડિશાના મુખ્યમંત્રીએ કહ્યું કે ડૉક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની તબિયત સારી છે. આ ડૉક્ટર વાવાઝોડા દરમિયાન લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા હતા. પીએચસીમાં મેડિકલ સ્ટાફ માટે શૌચાલય ન હતું. જેના કારણે તેઓ ખુલ્લામાં ગયા હતા. જ્યાં તેમને ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ પછી તેમને સર્પદંશ વિરોધી રસી આપવામાં આવી હતી. હાલ તેમને સારું છે.