ગાંધીનગર ખાતે CMની હાજરીમાં સોલવન્ટ એક્સ્ટ્રેકર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયની કોનફરન્સ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/cm-gnr.jpg)
મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોલવન્ટ એક્સ્ટ્રેકર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયની કોનફરન્સનું આયોજન કરાયું હતું. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત દેશ વિદેશના ડેલીગેટ હાજર રહ્યાં હતા. કેસ્ટર ગ્રોથ સહિત ગુજરાતમાં થયેલા રોકાણ મુદે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કોનફરન્સમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા 23 વર્ષથી કસ્ટરને ગુજરાતમાં વધુ ઉતાપદન થઈ રહ્યું છે. દેશ સહિત દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન કેસ્ટરનું ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યુ છે. કેસ્ટરમાં ખેડૂતો વધતા નથી તે ચિંતાનો વિષય છે. ઉત્પાદન વધે છે તે સારું છે. પરંતુ આપણે ચિંતા કરવાની છે કે હવે ખેડૂતો કસ્ટરના સિડની ખેતી કરે તેવું આયોજન કરવાનું છે. ખેડૂતોના ખેતીની આવક વધે, એરંડાના વધુ ભાવ મળે તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે 23મી ગોલબલ કેસ્ટરની કોનફરન્સનું આયોજન તેમજ ઉત્પાદન અને એક્સપોર્ટના જે લોકોને એવોર્ડ મળ્યા તેમને અભિનંદન પાઠવ્યા હતા. મારા સાથી મંત્રીએ કહ્યું છે કે, ગુજરાત સરકાર તમારી સાથે ઉભા રહેવા ત્યાર છે. ખેડૂતો અને તેની પ્રોડકટ કેવી રીતે આગળ વધે તે માટે સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે. ગુજરાત તમામ ક્ષેત્રે આગળ છે. જેનું ગોર્થ એન્જીન માટે પોલિસી મહત્વની છે. જેથી ગુજરાત પોલિસી હંમેશા તૈયાર રાખે છે. 1963ની કાર્યરત આ એસોસિએશન છે. 23મી ગોલબ કેસ્ટર કોનફરન્સ માટે તમામનું સ્વાગત છે. વડાપ્રધાન કૃષિ ઉધોગને નવી દિશા આપી છે. એરંડા માટે નવા આયામો આપ્યા છે. ગુજરાતમાં સૌથી વઘુ ઉત્પાદન એરંડાનું છે. આજનો કાર્યકમ ખેડૂતોના હિતમાં છે જે ખેડૂતો એરંડામાં વધુ રોકાણ કરી રહ્યા છે. જે ખેડૂતો એરંડાનું ઉત્પાદન કરી રહ્યા છે તેમના માટે આજની આ કોનફરન્સ ખૂબ મહત્વની છે. 7200 હેકટરમાં એરંડાનું વાવેતર થયું જે 150 ટકાથી વધું છે. એરંડાના તેલની માગ પણ વિશ્વના દેશોમાં વધી છે.