December 22, 2024

સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, રિષભ પંતનું વર્લ્ડ કપ રમવું નિશ્ચિત

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ પછી આ વર્ષે આઈસીસી ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ મહિનાના અંત સુધીમાં T20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ વચ્ચે સૌરવ ગાંગુલીએ ભવિષ્યવાણી કરી છે કે આ ખેલાડીનું વર્લ્ડ કપ રમવું ચોક્કસ નિશ્ચિત છે.

ટીમની પસંદગી કરાશે
આઈસીસી ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. જેને લઈને સૌરવ ગાંગુલીએ એક ભવિષ્યવાણી કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે રિષભ પંતનું વર્લ્ડ કપ રમવું નિશ્ચિત છે. મને લાગે છે કે પંત વર્લ્ડ કપ રમવાની યાદીમાં છે. મને મારા તરફથી ખાતરી છે કે તે ચોક્કસ વર્લ્ડ કપ રમશે. જોકે ટી20માં આ કહેવું મુશ્કેલ કે કોની પંસદગી કરવામાં આવશે. કારણ કે ઓર્ડર ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો: IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ

પસંદગી નિશ્ચિત
ગાંગુલીએ વધુમાં કહ્યું કે રિષભ પંત આ વર્ષે IPLમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સની સામે 88 રનની ઇનિંગ રમી હતી. જેને ધ્યાનમાં રાખીને સૌરવ ગાંગુલી આ ભવિષ્યવાણી કરી હોય તેવું કહી શકાય. અત્યાર સુધીમાં તેણે 9 ઇનિંગ્સમાં 342 રન બનાવ્યા હતા. જો તે ભવિષ્યમાં પણ આ પ્રકારનું પ્રદર્શન ચાલુ રાખશે તો વર્લ્ડ કપમાં તેની પસંદગી નિશ્ચિત થઈ જશે તેવું સૌરવ ગાંગુલીએ ભવિષ્યવાણી કરી છે. હવે જોવાનું રહ્યું કે તેમની આ ભવિષ્યવાણી સાચી પડે છે કે નહીં.