October 5, 2024

South Africaના વૈજ્ઞાનિકે કચરાના પહાડમાંથી અબજો રૂપિયાનું ‘અદૃશ્ય’ સોનું શોધી કાઢ્યું

South Africa Gold Mine: દક્ષિણ આફ્રિકાના એક યુવાન શોધકર્માએ તેના વતન જોહાનિસબર્ગમાં સેંકડો ટન ‘અદૃશ્ય સોના’નો ભંડાર શોધી કાઢ્યો છે, જેની કિંમત 24 બિલિયન ડોલર (અંદાજે રૂ. 1999 અબજ રૂપિયા) છે. સોનાનો આ વિશાળ ખજાનો આ શોધકર્માએ તેના માસ્ટર ડિગ્રી થીસીસ દરમિયાન શોધી કાઢ્યો હતો પરંતુ તેની અસર એટલી થઇ કે યુનિવર્સિટીએ તેની ડિગ્રીને પીએચડીમાં અપગ્રેડ કરી. સ્ટેલેનબોશ યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્ટીવ ચિંગવારુએ જોહાનિસબર્ગની આઇકોનિક ખાણ ડમ્પને તેમના સંશોધનનો વિષય બનાવ્યો છે. આ ડમ્પ સોનાની ખાણના કચરામાંથી બનેલો છે, જે વિશાળ ટેકરાના રૂપમાં દેખાય છે.

ચિંગવારુ નાનપણથી જ આ ટેકરાઓ જોતો આવ્યો છે. જોહાનિસબર્ગમાં જ્યારે જોરદાર પવન હતો ત્યારે આ ટેકરાઓમાંથી નીકળતી નારંગી ધૂળ લોકોના વાળ, કપડા અને ગળામાં જતી હતી. જ્યારે તે મોટો થયો ત્યારે તેને ટેલિંગ વિશે જાણાકારી મળી. ટેલિંગ એ કચરાની સામગ્રી છે જે ખનિજો કાઢ્યા પછી રહે છે. ચિંગવારુએ કહ્યું કે લોકો પહેલાથી જ આ ટેલિંગમાંથી સોનું કાઢતા હતા પરંતુ તેમાંથી માત્ર 30 ટકા જ રિકવર થઈ રહ્યું હતું. ચિંગવારુ કહે છે કે હું જાણવા માંગતો હતો કે બાકીના 70 ટકા ક્યાં છે. શા માટે તેઓ તેને શોધી શક્યા નથી?

આ પણ વાંચો: MS ધોની સ્નાયુની સારવાર માટે લંડન જશે? જાણો સમગ્ર માહિતી

સોનું નિકાળવાનો ખર્ચો ખુબ જ મોંઘો
તેના સંશોધનમાં, તેણે સંખ્યાબંધ ખાણોમાંથી નમૂનાઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે મોટા ભાગનું સોનું પાયરાઈટ નામના ખનિજમાં છુપાયેલું છે. વર્તમાન ટેક્નોલોજીથી આ શોધી શકાયું નથી. જ્યારે ચિંગવારુએ ગણતરી કરી તો તેને જાણવા મળ્યું કે કચરાના આ પહાડમાં 420 ટન અદ્રશ્ય સોનું છુપાયેલું છે, જેની કિંમત 24 અબજ ડોલર છે. જો કે તેમનું સંશોધન દર્શાવે છે કે અહીં ઘણું સોનું છે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ સોનું કાઢવા માટે કોઈ આર્થિક ટેક્નોલોજી છે કે જેથી નફો થઈ શકે.

ચિંગવારુ ઘણી કંપનીઓના સંપર્કમાં છે
કેપ ટાઉન યુનિવર્સિટીના રાસાયણિક એન્જિનિયરિંગ વિભાગના સહયોગી પ્રોફેસર મેગન બેકર કહે છે કે જ્યાં સુધી આ કરી શકાય ત્યાં સુધી કોઈ કંપની તેમાં રોકાણ કરશે નહીં. ચિંગવારુનું કહેવું છે કે તેણે દક્ષિણ આફ્રિકામાં સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા લોકો સાથે વાત કરી છે. સૌએ સ્વીકાર્યું છે કે સોનું કાઢવું ​​મોંઘું પડશે. તેમ છતાં બધાએ આ બાબતમાં રસ દાખવ્યો છે અને કહ્યું છે કે તેમાંથી નફો મેળવી શકાય છે. હાલમાં ઘણી કંપનીઓ ચિંગવારુનો સંપર્ક કરી રહી છે.