November 23, 2024

South Gujarat Election LIVE Update: વલસાડમાં 5 વાગ્યા સુધીમાં સૌથી વધુ 68.12 ટકા મતદાન

અમદાવાદ: લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ મતદાન યોજવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ પાંચ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી સુરત લોકસભા બેઠકના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તો એ સિવાયની 4 બેઠકો પર મતદાન ચાલુ છે. ત્યારે દરેક પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાતાઓને તકલીફ ન પડે તે માટે પાણી સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

લાઇવ અપડેટ્સઃ

  • 5 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર 65 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. જેની વિગતવાર વાત કરીએ તો ભરૂચમાં 63.56 બારડોલીમાં 61.01 નવસારી 55.31 અને વલસાડમાં 68.12 ટકાનું મતદાન થયું છે.
  • નવસારીમાં ગાયને સાથે રાખી મતદાન કરવા જતા સાજન ભરવાડ આકર્ષણનું કેન્દ્ર બન્યા
  • ભરૂચના પૂર્વ કિક્રેટર મુનાફ પટેલે કર્યું મતદાન
  • 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર 50 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. જેની વિગતવાર વાત કરીએ તો ભરૂચમાં 54.09, બારડોલીમાં 51.97, નવસારી 48.03 અને વલસાડમાં 58.03 ટકાનું મતદાન થયું છે.
  • નવસારીનાં ધારાસભ્ય રાકેશ દેસાઈએ કર્યું મતદાન
  • સવારે EVM ખોટકાતા મતદાન થઈ શક્યું ન હતું
  • 1 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર 42 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. જેની વિગતવાર વાત કરીએ તો ભરૂચમાં 43.12, બારડોલીમાં 41.67, નવસારી 38.1 અને વલસાડમાં 45.34 ટકાનું મતદાન થયું છે.
  • માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
  • રાજ્ય મંત્રી કનુભાઈ દેસાઈએ પરિવાર સાથે વાપીમાં કર્યું મતદાન
  • બોલિવૂડ એક્ટર હર્ષ રાજપૂતે નવસારી આવી મતદાન કર્યું
  • કોંગ્રેસના મહિલા નેતા મુમતાઝ પટેલે પીરામણ ખાતે કર્યુ મતદાન
  • દક્ષિણ ગુજરાતની 4 લોકસભા બેઠક પર 11 વાગ્યા સુધીમાં સરેરાશ 25 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. જેની વિગતવાર વાત કરીએ તો ભરૂચમાં 27.52, બારડોલી 27.77, નવસારીમાં 23.25, વલસાડમાં 28.71 ટકા મતદાન થયું છે. ત્યારે અનેક જગ્યાએ EVM મશીન અને કંટ્રોલ યુનિટ બંધ થવાના સમાચારો પણ મળી રહ્યા છે.
  • યુનિટની બેટરી ડાઉન થઈ જતાં મતદારોને ગરમીમાં ઊભા રહેતા રોષે ભરાયા
  • કંટ્રોલ યુનિટ એકદમ બંધ થઈ જતા મતદાન એક કલાક અટક્યું
  • રાજપીપળાની છત્રવિલાસ મતદાન મથકનું યુનિટ ખોટકાતા તંત્ર દોડતુ થયું
  • ડાંગના ધારાસભ્ય વિજય પટેલે મતદાન કર્યું
  • માજી મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડામાં કર્યું મતદાન
  • ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલે કર્યું મતદાન
  • નવસારીમાં BJP જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહે પરિવાર સાથે કર્યું મતદાન
  • દક્ષિણ ગુજરાતની 4 લોકસભા બેઠક પર 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. જેની વિગતવાર વાત કરીએ તો નવસારી  9.15, વલસાડમાં 11.65, ભરૂચમાં 10.78 અને બારડોલીમાં 11.54 ટકા મતદાન થયું છે. ત્યાં જ હાલમાં પોલિંગ બુથની બહાર મતદાતાઓની મોટી કતારો જોવા મળી રહી છે.
  • ભરૂચમાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા અને પિતા છોટુ વસાવાએ ધરોલી ખાતે મતદાન કર્યું
  • નવસારીમાં BAPS સંસ્થાના 15થી વધુ સંતોએ મતદાન કર્યુ
  • બારડોલીના BJP ઉમેદવાર પ્રભુ વસાવાએ દશેરાપીપરડી ખાતેથી કર્યું મતદાન
  • ચૈતર વસાવાએ પોતાની બંને પત્નીઓ સાથે બોગજમાં કર્યું મતદાન
  • નવસારીના દેવીના પાર્ક વિસ્તારના બુથ નંબર 86માં EVM બંધ થતા મતદાનમાં થયું મોડું
  • નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલા બુથ નંબર 128માં ઇવીએમ ખોટકાયા
  • વ્યારામાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી અને પિતા અમરસિંહ ચૌધરીએ મતદાન કર્યું
  • સુરતના માંડવીમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિએ ઝરીમોરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
  • નવસારી જિલ્લા કલેક્ટર શ્રીપ્રા આગ્રએ મતદાન કર્યું
  • નવસારીની ટાટા બોય્ઝ શાળાના બુથ નંબર 9નું ઇવીએમ મશીન ખોટકાયું, સવારે સાત વાગ્યાની જગ્યાએ 7.30 મતદાન શરૂ થયું
  • વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલે મતદાન કર્યું, ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથકે પરિવાર સાથે પહોંચ્યા
  • દક્ષિણ ગુજરાતની તમામ ચાર સીટ પર 7 વાગ્યે મતદાનનો શુભારંભ થયો છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
  • નવસારીની લોકસભા બેઠક માટે 7 વિધાનસભા વિસ્તારમાં મતદાન યોજાયો
  • નવસારીના 559 મતદાન કેન્દ્રો પર CCTVથી નજર
  • મતદાન કેન્દ્રો પર મંડપ, કૂલર, પાણી અને હેલ્થની ટીમ ખડે પગે તૈનાત

નવસારીના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 11,97,202
  • સ્ત્રી મતદારોઃ 10,26,231
  • અન્યઃ 117
  • કુલ મતદારોઃ 22,23,550

વલસાડના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,45,530
  • સ્ત્રી મતદારોઃ 9,14,425
  • અન્યઃ 19
  • કુલ મતદારોઃ 18,59,974

બારડોલીના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,41,126
  • સ્ત્રી મતદારોઃ 10,07,263
  • અન્યઃ 19
  • કુલ મતદારોઃ 20,48,408

ભરૂચના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 8,77,402
  • સ્ત્રી મતદારોઃ 8,45,868
  • અન્યઃ 83
  • કુલ મતદારોઃ 17,23,353

સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.