December 4, 2024

સૂર્યગ્રહણ માટે ગૂગલે કરી ખાસ તૈયારીઓ, આ લખીને સર્ચ કરો

Solar Eclipse 2024: ગૂગલે 8 એપ્રિલે થનારા સૂર્યગ્રહણ માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે. ગૂગલે તેના સર્ચ એન્જિનમાં એક નવું એનિમેશનનો ઉમેરો કર્યો છે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ જે પણ દેશવાસીઓને આ ઘટનાને જોવી છે તે ઓનલાઈન જોઈ શકશે.

ખગોળશાસ્ત્રીઓમાં ઉત્સાહ
વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે સૂર્યગ્રહણને લઈને ખાસ તૈયારીઓ કરી છે. આજે એટલે કે 8 એપ્રિલ 2024ના રોજ વિશ્વના ઘણા દેશોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. જેને લઈને ખગોળશાસ્ત્રીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેક્સિકો અને ઉત્તર અમેરિકા, અમેરિકા, કેનેડા, ઘણા ભાગોમાં રાત્રે 9:12 થી 2:22 સુધી દેખાશે. ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ખાસ એનિમેશન ઉમેર્યું છે. જેને તમે Googleમાં સર્ચ કરશો તો તમે સ્ક્રીન પર સૂર્યગ્રહણની ઝલક જોઈ શકશો.

આ પણ વાંચો:  54 વર્ષ પછી થશે દુર્લભ ‘સૂર્યગ્રહણ’; જાણો ભારતમાં કેટલો સમય સૂતક રહેશે

આ શબ્દો કરો ટાઈપ
તમે સ્માર્ટફોન, ટેબલેટ અથવા પીસી પર ગૂગલ સર્ચમાં સોલર એક્લિપ્સ ટાઈપ કરશો કે તરત જ તમને ગૂગલનું ખાસ એનિમેશન તમને જોવા મળી શકે છે. આ સાથે તમને સૂર્યગ્રહણને લગતી નવી માહિતી પણ તે જ પેજ પર જોવા મળી શકે છે. પરંતુ સૂર્યગ્રહણને નરી આંખોથી કયારે પણ ના જોવું જોઈએ. જે વિજ્ઞાનમાં અને વાસ્તુશાસ્ત્રમાં બંનેમાં કહેવામાં આવ્યું છે. જેના કારણે તમે સૂર્યગ્રહણને જોવા નજીકના પ્લેનેટોરિયમમાં જઈ શકો છો અથવા આ માટે ખાસ પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકો છો. જો તમે ફોન થકી આ સૂર્યગ્રહણને જોવાનો પ્રયાસ કરશો તો પણ તમારા ફોનને નુકશાન થઈ શકે છે. આજે 9 વાગ્યાથી નાસાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમે સૂર્યગ્રહણને જોઈ શકશો. જેને દુનિયાભરના લોકો લાઈવ જોઈ શકશે. એસ્ટ્રોનોમી પ્રેમીઓ માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.