કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાસ ભરતી થશે, વધારાના 4100 શિક્ષકોની ભરતી કરાશે

ગાંધીનગર: રાજ્ય સરકારે શિક્ષકોની ઘટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાસ ભરતી થશે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પડતી હતી. કચ્છ જિલ્લામાં રુટીન ભરતી સિવાય પણ ભરતી થશે. આ ઉપરાંત ધોરણ 1થી 5 સુધી 2500 શિક્ષકોની ભરતી થશે. ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે. વધારાના કુલ 4100 શિક્ષકોની ભરતી થશે.
આ ભરતીમાં કચ્છના સ્થાનીક અથવા નિવૃત્તી સુધી કચ્છમાં તે શિક્ષકો રહેશે. આ નિર્ણયથી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટની સમસ્યાનો અંત આવશે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષોથી શિક્ષકો નોકરી કરતા હતા, પોતાના વતન જવા માટે શિક્ષકો બદલી માગીને જાય છે.