December 23, 2024

કેનેડામાં મંદીની શરૂઆત, ભારતનો વિરોધ કરવો મોંઘો પડ્યો!

Canada Recession: ભારતની વિરોધમાં જવું કેનેડાને ખુબ જ મોંઘુ પડ્યું છે. અત્યારના હાલને જોતો કેનેડામાં મંદીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશો હાલના સમયેમાં મંદીની ઝપેટમાં આવી ચૂક્યા છે. દુનિયાની ચોથી સૌથી મોટો અર્થવ્યવસ્થા ધરાવતો દેશ જાપાન હાલ મંદીના વાદળોથી ધેરાયેલું છે ત્યારે કેનેડા પણ તેનાથી બાકાત નથી. એક રિપોર્ટ અનુસાર, કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં 800થી વધારે કંપનીઓ નાદારી માટે આવેદન કર્યું છે. ગત વર્ષની વાત કરીએ તો કેનેડામાં નાદારી જાહેર કરતી કંપનીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. હાલ જેટલી પણ કંપનીઓ નાદારી માટે અરજી કરી રહી છે. જેમની સંખ્યા છેલ્લા 13 વર્ષની સૌથી મોટ સંખ્યા છે.

શા કારણે થયું આવું?
નોંધનીય છેકે, કોરોના સમયમાં કંપનીઓને 45,000 ડોલરની લોન વ્યાજ વગર આપવામાં આવી હતી. જેને ચુકતે કરવાની ડેડલાઈન જાન્યુઆરીમાં હતી. કેનેડાની GDPમાં નાની કંપનીઓનો ફાળો 33 ટકા જેટલો છે. તો કેનેડા સરકારના આંકડાઓની વાત કરીએ તો દેશની ઈકોનોમી મજબુત બની રહી છે, પરંતુ નાની કંપનીઓ અને ઘણા ગ્રાહકોને આ અંગે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સતત બે ત્રિમાસિકમાં ઘટાડાને મંદી કહેવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો હાલ કેનેડામાં મંદીની ઝપેટમાં આવવથી થોડું બચી ગયું છે.

ભારતની વિરૂધ જવુ પડ્યુ મોંઘું
કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રૂડોએ ગત વર્ષે ભારતની વિરૂદ્ધમાં થયા હતા. ટ્રૂડોએ ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જરની હત્યના કેસમાં ભારતને જવાબદાર ગણાવ્યા હતા. જે બાદ બંન્ને દેશોની વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો હતો. બંન્ને દેશોએ એક-બીજાના ટોપ ડિપ્લોમેટ્સને હાંકી કાઢ્યા હતા. ભારતે પણ કેનેડાના વર્તના બાદ કેનેડાના વિઝાને થોડા સમય માટે રદ્દ કરી નાખ્યા હતા.

આ દેશ પણ મંદીની ઝપેટમાં
આ સમયે બ્રિટન સહિત દુનિયાના 8 દેશો મંદીની ઝપેટમાં છે. જેમાં બ્રિટન, ડેનમાર્ક, અસ્તોનિયા, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, મોલ્દોવા, પેરૂ અને આયરલેન્ડનો સમાવેશ થાય છે. મહત્વનું છેકે, આ દેશોમાં સૌથી વધુ 6 દેશ યૂરોપના છે. આ લિસ્ટમાં આફ્રીકા અને નોર્થ અમેરિકાના કોઈ પણ દેશનો સમાવેશ થતો નથી. જાપાનમાં મંદીની બોલબાલા ચાલી રહી છે.