February 13, 2025

આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ST વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેતા વિદ્યાર્થીઓમાં રોષ

Surat News: રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા યુનિવર્સીટીઓને એક પરિપત્ર આપી જાણ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ST વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતા વિદ્યાર્થીઓ અને યુનિવર્સીટી સંચાલકો ચિંતામાં મુકાયા છે. કેમકે સ્કોલરશીપ સરકાર દ્વારા આપવામાં આવતી હતી એટલે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા. હવે આદિજાતિ મંત્રાલય દ્વારા આ સ્કોલરશીપ બંધ કરતા ST વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડવાની નોબત આવી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં AVBP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઓલપાડના અણીતા ખાતે આવેલી વિધાદીપ યુનિવર્સીટી કેમ્પસમાં ST વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી સરકાર પુન : સ્કોલરશીપ આપે એવી માંગ કરી છે.

આ પણ વાંચો:રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહાકુંભમાં કર્યું સ્નાન, સંતો અને મહતોને સાથે મુલાકાત લઈને આર્શીવાદ લીધા

વિદ્યાર્થી દ્વારા પરિપત્રની હોળી
આમ તો સમગ્ર રાજ્યમાં સરકારના આદિજાતી મંત્રાલય દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં આદિજાતી દ્વારા ST વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ બંધ કરવામાં આવી હતી. બસ આ જ પરિપત્ર ને લઈને વિદ્યાર્થી દ્વારા પરિપત્રની હોળી કરી. સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઓલપાડના અણીતા ગામે આવેલી વિદ્યાદીપ યુનિવર્સીટી કેમ્પસમાં st વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવી.

કોલેજમાં એડમિશન લીધા
ચાલુ શેક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પક્રિયા દરમ્યાન જેતે એન્જીનીયરિંગ, નર્સિંગ સહિતની ફેકલ્ટીમાં કોલેજમાં એડમિશન લીધા બાદ સરકારના એક પરિપત્ર એ st વિધ્યાર્થીઓ ને ચિંતામાં મૂકી દીધા છે. સમગ્ર રાજ્યમાં abvp ની આગેવાનીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વેકેન્ટ /ગવર્મેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ કવોટામાં રૂપાંતર કરવાનાં નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી છે.