June 30, 2024

Loksabha Election Result 2024: પત્તાના મહેલની જેમ વેરવિખેર થયું શેરબજાર, આ કારણો રહ્યા જવાબદાર

Stock Market Crash: આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ હતું. પરિણામની સાથે શેરબજારમાં ભૂંકપ આવ્યો હતો. શેરબજાર પત્તાના મહેલની જેમ વિખેરાયુ જોવા મળ્યું હતું. ખાસ વાત તો એ હતી કે મુકેશ અંબાણીની રિલાયન્સથી લઈને ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ સુધીની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં આવી સુનામ
ચૂંટણીના પરિણામોના દિવસે જાણે શેરબજારમાં સુનામી આવી હોય તેવું જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 6000 પોઈન્ટ તૂટ્યો હતો. NSE નિફ્ટી 1900 પોઈન્ટથી નીચે જતો રહ્યો હતો. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી પછી આ સૌથી મોટો ઘટાડો છે. આજના દિવસે મોટા ભાગના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. એક્ઝિટ પોલમાં પ્રધાનમંત્રી મોદીની સરકાર આવવાની જાહેરાત તરી હતી. ત્યારબાદથી જ શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો. પરંતુ આજના દિવસે શેરબજાર પત્તાના મહેલની જેમ વિખેરાય ગયું હતું.

પહેલું કારણ
એક્ઝિટ પોલ આવ્યા બાદ શેરબજારમાં તેજી જોવા મળી હતી. પરંતુ એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતામાં પરિવર્તિત થતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને 361-401 બેઠકો મળવાની વાત કહી હતી. પરંતુ જે અંદાજ હતા તેનાથી વિપરીત પરિણામ આવ્યું હતું. જેના કારણે બજારમાં શેરબજાર પત્તાના મહેલની જેમ વિખેરાય ગયું હતું.

આ પણ વાંચો: શેરમાર્કેટમાં ઈતિહાસનું સૌથી મોટું ગાબડું, સેન્સેક્સમાં 6 હજાર પોઈન્ટનો કડાકો

બીજું કારણ
શેરબજારમાં ઘટાડાનું એક કારણ લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે ભાજપની સરકાર આવશે. પરંતુ તેવું થયું નહીં. જેમ જેમ ગણતરી વધવા લાગી અને પરિણામ આવવા લાગ્યું ત્યારે તેમ તેમ શેરબજારમાં ઘટાડો પણ સતત વધતો જણાતો હતો.

ત્રીજું કારણ
વિદેશી રોકાણકારોની ઉદાસીનતા જોવા મળી રહી છે. તેમનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એ મે મહિનામાં ભારતીય શેરબજારમાંથી 25,586 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. મે મહિનામાં ભારતીય શેરબજારમાંથી 25,586 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં આ આંકડો રૂપિયા 8700 કરોડ હતો.