ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, કરા સાથે વરસાદ પડ્યો

ભાવનગર: ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. શહેરમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડવાથી રોડ-રસ્તા ભીના થયા હતા.
આ સાથે અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આકાશમાં ગાજવીજ સાથે વરસાદ આવતા હાલ તાપમાનમાં ઘટાડો થયો છે. શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.