કેટલીક મંડળીઓ રદ્દ થવા મુદે સુમુલ ડેરીની સામાન્ય સભા ગરમાઈ
સુરત: આજે સુરત અને તાપી જિલ્લાની જાણીતી સુમુલ ડેરી ખાતે 73મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં સુમુલ ડેરીના તમામ ડિરેક્ટરો તેમજ ગુજરાત રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ પર ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા તેમજ તાપી જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડાયેલા સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સુમુલ ડેરી ની સામાન્ય સભા બારડોલી ખાતે આવે કેદારેશ્વર મંદિરના હોલમાં યોજવામાં આવી હતી.
સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંસ્થા ગણાતી સુમુલ ડેરીની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી ખાતે સુમુલ ડેરીની 73મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સંસ્થાના ચેરમેન માનસિંગ પટેલના નેતૃત્વમાં સભા મળી હતી. 1200 જેટલી મંડળી સુમુલ સાથે જોડાયેલી છે. અને 25 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. વાર્ષિક સભામાં સંસ્થાનો ચિતાર આપવામાં આવ્યો હતો. જોકે કેટલીક મંડળીઓ રદ થતાં સભા પણ ગરમાઈ હતી. કારણ કે જે મંડળી રોજિંદા 80 લીટરથી ઓછું દૂધ ભરે તે રદબાતલ ગણાય છે. જેથી નિયમોમાં નહીં આવતી મંડળીઓ રદ કરવા સુમુલ દ્વારા નક્કી કરાયું હતું.