March 17, 2025

સપનું હતું ક્રિકેટર બનવાનું પણ બન્યા વિશ્વની સૌથી મોટી કંપનીના CEO,જાણો શું છે નામ?

Sundar Pichai Google CEO: ભારતીયો દેશની સાથે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. કેટલાય એવા ભારતીયો છે દુનિયાની મોટી મોટી કંપનીઓમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. ગુગલ પણ તેમાંથી એક છે, જેની કમાન ભારતીય મૂળના સુંદર પિચાઈના હાથમાં છે. પિચાઈ વર્ષ 2004માં ગૂગલ સાથે જોડાયા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે સુંદર પિચાઈ પહેલા ક્રિકેટર બનવા માંગતા હતા.

આ પણ વાંચો: iPhone 17માં મળી શકે છે આ 5 મોટા અપગ્રેડ, જાણી લો લોન્ચની તારીખ

બાળપણ ચેન્નાઈમાં વિતાવ્યું
એક રિપોટ પ્રમાણે જાન્યુઆરી 2025 સુધીમાં સુંદર પિચાઈની વાર્ષિક આવક લગભગ 280 મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે 2,435 કરોડ રૂપિયા છે. સુંદર પિચાઈનો જન્મ 10 જૂન 1972ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેમનું બાળપણ ચેન્નાઈમાં વિતાવ્યું હતું. સુંદર પિચાઈ બાળપણમાં ક્રિકેટર બનવા માંગતો હતા. ચેન્નાઈમાં તેમની સ્કૂલ ક્રિકેટ ટીમને લીડ કરી હતી. મીડિયા રિપોટ પ્રમાણે તેની કપ્તાની હેઠળ ઘણી ટુર્નામેન્ટ પણ જીતી હતી. સુંદર પિચાઈના મનપસંદ ક્રિકેટરની વાત કરવામાં આવે તો સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર છે. તમને જણાવી દઈએ કે 20 થી વધુ ફોનનો ઉપયોગ સુંદર પિચાઈ કરે છે. જોકે, આનું કારણ તેનું વ્યાવસાયિક જીવન છે.