સુનીલ છેત્રીએ સંન્યાસની કરી જાહેરાત, ઈમોશનલ વીડિયો કર્યો પોસ્ટ
અમદાવાદ: ભારતના મહાન ફૂટબોલર અને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓમાંના એક અને ભારતીય કેપ્ટન છેત્રીએ ગુરુવારે સવારે એક વીડિયો સ્ટેટમેન્ટથી નિવૃતિની જાહેરાત કરી છે. જે બાદ તેના લાખો ચાહકોને જોરથી આંચકો આપ્યો હતો. છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલા 39 -વર્ષીય સુનિલે જણાવ્યું હતું કે, કુવૈત સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ દેશ માટે તેની છેલ્લી મેચ હશે. જો કે, છેત્રી તેની ક્લબ બેંગ્લોર એફસી માટે રમવાનું ચાલુ રાખશે.
I'd like to say something… pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024
સુનીલ છેત્રીએ ભારત માટે અંડર -20 અને અંડર -23 ટીમોથી પોતાનું સ્થાન બનાવ્યું અને ત્યારબાદ 2005 માં વરિષ્ઠ ટીમમાં પ્રવેશ કર્યો. ત્યારથી તે સતત ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો. ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્ટ્રાઈકર બૈચંગ ભૂટિયાની નિવૃત્તિ પછી છેત્રીએ પણ ટીમ ઇન્ડિયામાં અટેક્ટની જવાબદારી લીધી અને ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી.
આ પણ વાંચો: CAA અંતર્ગત પહેલીવાર મળી ભારતીય નાગરિકતા, 14 લોકોને મળ્યા સિટિઝનશીપ સર્ટિફિકેટ
ભારત માટે છેલ્લી મેચ
ભારતીય કેપ્ટન છેત્રીએ લગભગ 10 મિનિટ લાંબો વીડિઓ સંદેશ પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, 6 જૂને કોલકાતામાં કુવૈત સામેની મેચ ટીમ ઇન્ડિયા માટેની તેની છેલ્લી મેચ હશે. આ મેચ વર્લ્ડ કપ 2026 ક્વોલિફાઇંગ રાઉન્ડનો ભાગ છે, જ્યાં ટીમ ઇન્ડિયા ગ્રુપ-એમાં બીજા ક્રમે છે. ભારતીય ટીમનું પ્રદર્શન આ ક્વોલિફાયરમાં ખાસ રહ્યું નથી અને આગળના રાઉન્ડમાં પહોંચવા માટે તેને આ મેચ જીતવી પડશે. આથી સુનીલ છેત્રી તેની ભારત માટેની છેલ્લી મેચ માટે સારુ પ્રદર્શન કરશે તેવી આશા છે.