March 10, 2025

દિલ તો બચ્ચા હૈ જીઃ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ગાવસ્કર મન મૂકીને નાચ્યા

Sunil Gavaskar Dance: દુબઈના મેદાન પર ભારતીય ટીમના ખેલાડીની સાથે તમામ ભારતીય ઉજવણી કરી રહ્યા હતા. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ત્યારે બધા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. આ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર મેદાનમાં બાળકની જેમ નાચી રહ્યા હતા. 75 વર્ષની ઉંમરે ગાવસ્કરનો અદ્ભુત ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુગલે ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ખાસ રીતે કરી ઉજવણી

ગાવસ્કરનો વીડિયો થયો વાયરલ
ગાવસ્કરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ખેલાડીઓની સાથે સુનીલ ગાવસ્કર પણ મેદાન પર બાળકની જેમ નાચતા જોવા મળે છે. ગાવસ્કરના ચહેરા પર વિજયનો આનંદ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.. 75 વર્ષની ઉંમરે ગાવસ્કરને આ રીતે નાચતા જોઈને સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. બીજી બાજૂ કોહલી-રોહિત સ્ટમ્પ સાથે દાંડિયા રમતા જોવા મળ્યા હતા. મેદાન પર હાજર દરેક ખેલાડીએ પોતાની આગવી શૈલીમાં આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી.