February 19, 2025

મહેમદાવાદમાં સમર્થકો દ્વારા લોરેન્સ બિશ્નોઇના પોસ્ટરો સાથે દેખાવ, 2 લોકોની અટકાયત

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતગણતરી કરવામાં આવી હતી. જોકે, મહેમદાવાદમાં સમર્થકો દ્વારા લોરેન્સ બિશ્નોઇના પોસ્ટરો સાથે દેખાવ કરવાનો મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મતગણતરીના કેન્દ્રો બહાર મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે તેમના સમર્થકો ઉમટી આવ્યા હતા. ત્યારે ખેડાના મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા. અહીં લોકોએ ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર લઈને આવ્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 2 લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સી.આર.પાટીલનું નિવેદન આવ્યું સામે