જેલમાં કેવી રીતે મહિલા કેદીઓ થાય છે ગર્ભવતી? SCએ માગ્યો રિપોર્ટ
કોલકાતાઃ રાજ્યની જેલમાં બંધ મહિલા કેદીઓ ગર્ભવતી હોવા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, આ મામલે તપાસ કરવામાં આવશે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે શુક્રવારે આ મામલે સુનાવણી કરતા વરિષ્ઠ અધિવક્તા ગૌરવ અગ્રવાલ, જે જેલની સ્થિતિઓ પર સુઓમોટો લેવા મામલે ન્યાય મિત્ર છે, તેમને જેલમાં ગર્ભધારણ કરવા મુદ્દે તપાસ કરવા અને અદાલતને રિપોર્ટ સોંપવાનું કહી રહ્યા છે.
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે છેલ્લી સુનાવણી કરી હતી. કોર્ટે પશ્ચિમ બંગાળના સુધારા ગૃહોમાં કેદ મહિલા કેદીઓ ગર્ભવતી થવા મામલે સુઓમોટો લીધી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ કે, જેલમાં મહિલા કેદીઓ ગર્ભવતી થાય છે તે અંગે તપાસ કરશે. કારણ કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળની કેટલીક જેલમાં અંદાજે 196 બાળકો પેદા થયા હોવાનું સામે આવ્યું હતું.
એમિક્સ ક્યૂરીએ ગુરુવારે આ મામલે કોલકાતા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટીએસ શિવગણનમ અને જસ્ટિસ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠ સામે બે નોટ્સ રાખી હતી. એમિક્સ ક્યૂરીએ પહેલી નોટનો ત્રીજો ફકરો વાંચતા કહ્યુ કે, ‘મિલોર્ડ, આ જાણીને ચોંકી જશો કે મહિલા કેદીઓ જેલમાં ગર્ભવતી થઈ રહી છે. ત્યારબાદ જેલમાં બાળકો પણ પેદા થાય છે. હાલતમાં જ 196 બાળકો પશ્ચિમ બંગાળની અલગ અલગ જેલમાં રહે છે.’
એમિક્સ ક્યૂરીએ ચીફ જસ્ટિસની આગેવાનીવાળી ખંડપીઠને અપીલ કરી હતી કે, સુધાર ગૃહોમાં તહેનાત પુરુષ કર્મચારીઓનું મહિલા કેદીઓને બેરેકમાં જવાનું તાત્કાલિક ધોરણે પ્રતિબંધિત કરવું જોઈએ.