December 22, 2024

નાના ભાઈનો જન્મદિવસ બન્યો મોટા ભાઈની મરણતિથિ, લાલબત્તી સમાન કિસ્સો

surat 5 years old boy balloon stuck in windpipe

મૃતક બાળકની તસવીર

સુરતઃ નાના બાળકોની બેદરકારીને કારણે ઘણીવાર ન બનવાની ઘટના બની જતી હોય છે. ત્યારે શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા-પિતાની બેદરકારીને કારણે 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, નાના ભાઈના પ્રથમ જન્મદિવસ માટે 5 વર્ષીય બાળક કર્મ ફુગ્ગો ફુલાવી રહ્યો હતો. ત્યારે તે ફુગ્ગા સાથે રમી રહ્યો હતો. કર્મ ફુગ્ગો ફુલાવતા ફુલાવતા નાના ભાઈ દર્શિલને રમાડી રહ્યો હતો. તે સમયે ફુગ્ગો ફૂટ્યો હતો અને તેનો એકભાગ શ્વાસનળીમાં ઉતરી ગયો હતો.

શ્વાસનળીમાં ફુગ્ગો ફસાઇ જતા કર્મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેને કારણે તે બેભાન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ માતા-પિતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન કર્મનું મોત નીપજ્યું હતું. નાના ભાઈનો જન્મદિવસ જ મોટાભાઈની મરણતિથિ બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.