December 18, 2024

સુરતમાં લાયકાત વિના પ્રેક્ટિસ કરતા ડોક્ટર સામે કાર્યવાહી, 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ

સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં મિત્રા હોસ્પિટલના તબીબનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. છ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. લાયકાત વિના ક્રિટિકલ સારવાર કરતા તબીબ પર કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ડેન્ગ્યુની સારવારમાં કેસ બગડતા એક દર્દીનું મોત થયું હતું. ડોક્ટર મહેશ નાવડીયા એમબીબીએસની ડિગ્રી ધરાવે છે. MBBS છે અને એમડીની ડિગ્રી ધરાવતા હોવાનો ખોટો દાવો કરી લોકોને ગેરમાર્ગે દોરતા કાર્યવાહી કરવામાં આવી છે.

સામાન્ય લોકો અને દર્દીઓને ગેરમાર્ગે દોરતા હતા. મારુતિ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હતા. નાવડીયા માસ્ટર ડિપ્લોમા ઈન અલ્ટરનેટિવ મેડિસિન ડિગ્રી ધરાવતા હતા. જેમાં યોગા, પિરામિડ, એક્યુપ્રેશર, મેગ્નેટની સારવાર બાબતો સામેલ હતી.

IMC એક્ટ પ્રમાણે ઇમરજન્સી અને ICU સ્પેશિયાલિસ્ટ તરીકે તેમને માન્યતા નથી. જેથી તેઓ આઈસીયુમાં સારવાર આપી ન શકે. છતાં ક્રિટિકલ કેરના નામે પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ જીએમસીને મળી હતી. ડોક્ટરના વડીયાએ અગાઉ દર્દીની તબિયત સુધારા પર હોવાનું કહી દાખલ રાખ્યા હતા.