બ્લાઇન્ડ પ્રાઇડ ડે નિમિત્તે સુરતમાં દિવ્યાંગોનું સ્નેહમિલન, VNSGUના કુલપતિના હસ્તે પુસ્તક વિમોચન
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં સરદાર સ્મૃતિભવનમાં દિવ્યાંગોનું સ્નેહમિલન યોજાયું છે. ભારતીય બ્લાઇન્ડ પ્રાઇડ ડે નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના નેશનલ જનરલ સેક્રેટરી સંતોષકુમાર રોંગટાના 71મા જન્મદિવસના અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દેશમાંથી દિવ્યાંગો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. દૃષ્ટિબાધિત લોકોએ અધિકારો મેળવવા માટે કરેલા સંઘર્ષ પર લખાયેલા પુસ્તકનું પણ VNSGUના કુલપતિ કેએન ચાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદના SVPI એરપોર્ટ પર સુવિધામાં વધારો, ઓપરેશન્સ-એરક્રાફ્ટની સંખ્યા વધશે
સુરતમાં ભારતીય બ્લાઇન્ડ પ્રાઇડે નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ સંસ્થાના જનરલ સેક્રેટરી સંતોષકુમાર રોંગટાના 71મા જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી દિવ્યાંગો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે લોકો જોઈ નથી શકતા તેમને જીવનમાં કેવા સંઘર્ષ કરવામાં આવે છે. દૃષ્ટિહીન લોકોએ અધિકારો માટે કેવા સંઘર્ષો કર્યા છે તે બાબતે લખાયેલા પુસ્તકનું વિમોચન પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેએન ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગોએ અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંસ્થાના નેશનલ જનરલ સેક્રેટરી સંતોષકુમાર રોંગટા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દૃષ્ટિહિન લોકો માટે 40થી 50 વર્ષ પહેલા જે સમય હતો તે હવે બદલાઈ ગયો છે. પહેલા દૃષ્ટિહીન લોકોને સમાજ ઉપર એક બોજ સમજવામાં આવતા હતા. પરંતુ હવે નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા હતા તેના કારણે જે બદલાવ આવ્યો છે, તેમાં અમારા જેવા લોકોના અધિકારો માટે કાયદાઓ કાયદાઓ બન્યા છે. દૃષ્ટિહીન લોકો એક સમયે લોકો મંદિરની બહાર જોવા મળતા હતા. મંદિરની બહાર તેમનું સ્થાન હતું અને આજે આ કાયદાઓના કારણે આઈએએસ જેવા પદો પર પણ લોકો જોવા મળી રહ્યા છે. લાંબા સંઘર્ષનું આ પરિણામ છે અને એટલા માટે જ 17 મેના રોજ દ્રષ્ટીબાધિત સમાજ દ્વારા સન્માન દિવસની ઉજવણી કરવામાં આવે છે.