સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવવા માટે ‘પરવાહ’ કાર્યક્રમનું આયોજન

અમિત રુપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવવા માટે ‘પરવાહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને હેલ્મેટ પહેરે તેવા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. આવનારી 15મીએ રાજ્યમાં હેલ્મેટનો કાયદો કડકથી અમલ કરવામાં આવશે.
સુરત પોલીસે સુરતના ઉદ્યોગપતિ સાથે બેઠક કરી મિલોમાં આવતા તમામ લોકોને હેમ્લેટ પહેરવા સૂચના આપવામાં આવે તેવી અપીલ કરી હતી. વાહન ચાલકોને 45 દિવસથી હેલ્મેટ બાબતે જાગૃત કરાઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ પહેરવા કાયદો કડકથી અમલ કરવામાં આવશે.