January 7, 2025

સુરતમાં મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ કર્યો આપઘાત

Surat Crime: આજના સમયમાં બાળકોથી લઈને યુવાનોમાં મોબાઈલ વાપરવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. પરંતુ આ ક્રેઝ કયારેક મોતને નોતરી શકે છે. આવો જ એક બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે.

આ પણ વાંચો: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બન્યો

વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
સુરતના પાંડેસરા આવિર્ભાવ – સોસાયટીમાં વર્ષા નીસાદ નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીને મોબાઇલની લત લાગી જતા સતત મોબાઇલમાં રહેતી હતી. માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ છીનવી વધુ મોબાઈલ નહીં ચલાવવા ઠપકો આપ્યો હતો. માતા શાકભાજી લઈ પરત આવ્યા ત્યાં માસૂમ દીકરીએ આપઘાત કરી લીધો હતો. પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.