December 22, 2024

સુરતમાં વધુ એક દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, અધિકારી-કર્મીઓ સ્વિમિંગ પૂલમાં કરતા હતા પાર્ટી

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં રોજ અધિકારીઓની મહેફિલનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મોડી સાંજે અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફીલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં આ બનાવો અંગે તંત્ર દોડતું થયું હતું. તે બનાવવાનો વીડિયો સામે આવ્યો હતો અને થોડા સમય પછી જ દારૂની બોટલો અને અન્ય પુરાવાઓ દેખાતા હતા. તે સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યા હતા તો ક્યાંકને ક્યાંક આ તંત્ર ઉપર એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

દારૂની મહેફિલના વાયરલ વીડિયો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે સુરતના સિંગણપુર પોલીસ દ્વારા અગાઉ એક આરોપી પકડી પૂછપરછ શરૂ કરી હતી અને ગતમોડી સાંજે વધુ ચાર આરોપી સુરત પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને કાયદા અનુસાર તેમને પ્રોવિઝનનો કેસ કર્યા બાદ જામીન પર મુક્ત કરી દેવાયા હતા. સુરત પોલીસે પોતાના તાબા હેઠળ આવતા કલમોની જોગવાઈ મુજબ આ કર્મચારીઓને અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ ત્રણ વર્ષની બાળકીને યાદ આવ્યો પુનર્જન્મ, 2001માં આવેલા ભૂકંપમાં મોત થયું હોવાનો દાવો

બીજી તરફ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ કર્મચારીઓને વિરુદ્ધ શું-શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. કારણ કે સ્વિમિંગ પુલ પર જ્યારે મોટી સંખ્યામાં શહેરીજનો જતા હોય છે ત્યારે આ કર્મચારીઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકા કયા પ્રકારના પગલાં લેશે તેઓ પણ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. કારણ કે આ સ્વિમિંગ પુલ પર જે રીતે મહિલાઓ બાળકો આવતા હોય છે, તે પણ એક ચિંતાનો વિષય છે. સરકારી કર્મચારીઓ જ જો આ રીતે દારૂની મેહફિલ માણતા હોય છે. ત્યારે આ સરકારી કર્મચારીઓ કઈ રીતે ફરજ નિભાવતા હોય છે તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.