September 18, 2024

સુરતમાં ડેન્ગ્યૂ-મેલેરિયાથી હાહાકાર; 400 સાઇટ પર સરવે, 27 લાખનો દંડ ફટકાર્યો

સુરતઃ શહેરમાં ડેન્ગ્યુ અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યૂના કારણે સ્વીમેર હોસ્પિટલના મહિલા તબીબનું પણ મોત થયું છે. ત્યારે 1થી 12 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 39 અને મેલેરિયાના કુલ 55 કેસ સામે આવ્યાં છે.

જૂન મહિનાથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. તેને પગલે સમગ્ર શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. તેને કારણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 1500 જેટલા આરોગ્ય કર્મચારીઓ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતના અટોદરા-નાની નરોલી ગામેથી પકડાયો 740 કિલો ગાંજો, 3 આરોપી વોન્ટેડ

છેલ્લા ત્રણ મહિનામાં 631 બાંધકામ સાઈટ ઉપર સરવે કરવામાં આવ્યો છે. ડિંડોલી, ઉધના, પાંડેસરા, બામરોલી વિસ્તારમાંથી વધુ કેસો સામે આવ્યાં છે. ત્યારે આ મામલે 400 જેટલી સાઇટને નોટિસ આપવામાં આવી છે અને તેમને કુલ રૂપિયા 27 લાખનો દંડ ફટકાર્યો છે.

900 કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સરવે કરી રહ્યા છે. 686 જેટલા કર્મચારીઓ સર્વલેન્સ સ્ટાફ પણ હાજર છે. SMC આરોગ્ય દ્વારા ત્રણ મહિનામાં 26,60,000 જેટલાં ઘરોમાં સરવે કરવામાં આવ્યા હતા. જેમાં 68 સ્થળોએ મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું છે. આ સાથે 8000 જેટલી નોટિસ આપી કુલ રૂપિયા 22.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 631 બાંધકામ સાઈટ ઉપર સરવે કરવામાં આવ્યો હતો. ત્યાંથી 400 સાઈટને નોટિસ આપી તેમની પાસેથી કુલ રૂપિયા 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી વધારે કેસ ખાસ કરીને ડિંડોલી, ઉધના, પાંડેસરા, બામરોલી વિસ્તારમાંથી આવી રહ્યા છે.