Surat-Dhulia હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત
સુરતઃ જિલ્લામાં આવેલા ધુલિયા નેશનલ હાઇવે-53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કિંકવાડ ગામની સીમમાં ટ્રકે પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ત્યારે આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત-ધુલિયા નેશનલ હાઇવે-53 પર અકસ્માત સર્જાયો હતો. કિંકવાડ ગામની સીમમાં ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં બોગસ બીલિંગ કૌભાંડ, 100 કરોડનો ગોટાળો હોવાની શક્યતા
આ ઘટનામાં ત્રણ લોકોનું મોત નીપજ્યું છે. પિન્ટુ પવાર, ભાવસા માળી અને સોનુ પાટીલનું મોત નીપજ્યું છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોનાં નામ
- પિન્ટુ પવાર
- ભાવસા માળી
- સોનુ પાટીલ
ઈજાગ્રસ્તોનાં નામ
- તુલસીરામ ચીંતામણી સોનવણે, નાસિક
- સંતોષભાઇ ખુલજીભાઇ પવાર, નાસિક
- બાબાજી કંકુવા પવાર, નાસિક
- આકાશભાઇ ભરવ માળી, નાસિક
- ક્રિષ્ના સુરેશભાઇ પવાર, નાસિક
- રાકેશભાઇ મંછારામ બોરસે, નાસિક
- રાજેન્દ્ર દુબળા તાળીસ, નાસિક