સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની મહત્ત્વની જાહેરાત, ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપશે
સુરતઃ રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.
સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે. ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે. બેંકના ચેરમેન બળવંત પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોને એક એકરે 10 હજારની લોન આપવામાં આવશે. જ્યારે પાંચ એકરે 50 હજારની લોન આપવામાં આવશે. આ લોન ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ આ જાહેરાતને આવકારી છે.