December 21, 2024

Dumasમાં આવેલી કરોડોની સરકારી જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ, ભ્રષ્ટાચારના આક્ષેપ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ડુમસમાં આવેલી કરોડોની સરકારી જમીનમાં અન્ય ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આરોપ સાથેની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી છે. ધારાસભ્ય અને કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં આ મામલે પત્ર લખવામાં આવ્યો છે. જ્યાં સમગ્ર ઘટનામાં SITની રચના કરી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માગ કરી છે.

કેન્દ્રીય માજી મંત્રી અનવ ધારાસભ્ય તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ડુમસની કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉના કલેક્ટરના હુકમ વિરુદ્ધ જઈ તત્કાલિન કલેક્ટર આયુષ ઓકે ગણોતિયા તરીકે અન્યનું નામ દાખલ કરાવ્યું છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

સરકારી જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાની વાત છે. ડુમસ ખાતેની સર્વે નં. 311/33 વાળી અંદાજિત 2,17,216 ચોરસ મીટર જમીનમાં થયેલ ભ્રષ્ટચારની તપાસ થાય તેવી માગ છે. જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ 1948-49થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી છે. જમીનમાં નોંધ નં.582થી ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવામાં આવ્યું છે. સરકારી પડતરની જમીનમાં કોઈપણ વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે કેવી રીતે આવી શકે? તેવા સવાલ છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર છે. નિયમ પ્રમાણે કોઈપણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા રેવન્યૂ અધિકારી પાસે છે. કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા રેવન્યુ અધિકારી તરફથી કારણદર્શક નોટિસ આપવાની રહે છે. જે આ કિસ્સામાં રેવન્યૂ અધિકારી તરફથી કરવામાં આવ્યું નથી. કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

સર્વે નં. 311/3 વાળી જમીનનું ગણોતિયાઓ દ્વારા વખતો વખત વેચાણ કર્યું હતું અને ત્યારબાદ જમીનને બિન-ખેતી કરાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતા સદર જમીન સરકારની હોય તેવી હકીકત બહાર આવી છે. આ મામલે તાત્કાલિક ધોરણે SITની રચના કરી તપાસ કરાવવામાં અંગે તેવી માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનામાં તત્કાલિન કલેક્ટર આયુષ ઓકની ભૂમિકા શંકાના દાયરામાં છે.