January 6, 2025

સુરતમાં ડોકટરોનો રાફડો ફાટયો, બાયત પોલીસે ત્રણ બોગસ ડોકટરોને દબોચી લીધા

Surat Fake Doctor: શહેરના સલમ વિસ્તારમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લીંબાયત પોલીસે ત્રણ બોગસ ડોકટરોને ઝડપ્યા છે. ડોકટરનું નકલી સર્ટીફીકેટ મેળવી ડોકટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા. ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને દવા તથા મેડીકલના સામાન સાથે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે પંતની શાનદાર ઇનિંગ, એમ છતાં એક મહાન રેકોર્ડ ચૂક્યો

ત્રણ બોગસ ડોકટરોને ઝડપ્યા
પોલીસે 1.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ધર્મરાજ બૈજનાથ યાદવ,રાજેશ રામકિશોર યાદવ અને દિના આદીત્ય કલીતાને ઝડપી પાડ્યા હતા. થોડા સમય પહેલા પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બોગસ ડોકટરો ઝડપાઇ રહ્યા છે. સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકોના જીવની સાથે ખેલવામાં આવી રહ્યું હોય તેવું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે.