હિંદુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
સુરતઃ હિન્દુસંઘના નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરાનો મામલે કોર્ટે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. મૌલવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મૂળ કામરેજના કઠોરનો રહેવાસી સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝના સંપર્કમાં હતો.
હિંદુ નેતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી. આતંકી કનેક્શન ધરાવનારાઓએ કઠોરના મૌલવી સોહેલે આ સોપારી આપી હતી. જે માટે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાની હકીકત સામે આવી છે. હત્યાનું કાવતરું પાર પાડે તે પહેલાં કઠોરના મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી પાડ્યો હતો.
સોહેલ મદરેસામાં મૌલવી તરીકે કામ કરે છે અને પરિવાર પણ મૌલવીના કામકાજ સાથે સંકળાયેલો છે. હિંદુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કૉમેન્ટ કરી વૈમનસ્ય ફેલાવતો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને કોમી હુલ્લડ કરાવવા સોશિયલ મીડિયા પર કૉમેન્ટ કરતો હતો. હિંદુ ધર્મના દેવી-દેવતા,રાષ્ટ્રધ્વજને બિભત્સ રીતે મોર્ફ કરી વોટસએપ ગ્રુપમાં અપડેટ કરતો હતો. મૌલવી સોહેલનો મોબાઈલ પણ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં આતંકી કનેક્શન ધરાવનારા તત્વોની ઓળખ ન થાય તે માટે મૌલવીને લાઓસ દેશનો ઇન્ટરનેશન સીમકાર્ડ ખરીદી આપ્યો હતો. મૌલવીની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૌલવીને સુરતના ઉપદેશ રાણા, હૈદરાબાદના રાજાસિંઘ અને હિંદુ ધર્મનો પ્રચાર કરતી ચેનલ હેડ નૂપુર શર્ ની હત્યાનું કાવતરું રચ્યું હતું. પાકિસ્તાન અને નેપાળ કનેક્શન સામે આવતા પોલીસ તપાસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.