December 12, 2024

અખિલેશ સિંહ પાસે જે ડિગ્રી છે તે બોગસ છે, કાપોદ્રા પોલીસે વધુ એક નકલી ડોક્ટરની કરી ધરપકડ

Surat: રાજ્યમાં નકલી જજ, વકીલ, શિક્ષક બાદ નકલી ડોક્ટરનો મામલો પણ સામે આવ્યો હતો. ત્યારે હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. બોગસ ડોકટર અખિલેશ બારસતીસિંહ ચૌહાણની ધરપકડ કાપોદ્રા પોલીસે કરી છે. આ ડોક્ટરે ધરપકડ થયા બાદ જણાવ્યું છે કે, તેની પાસે DEMSની ડીગ્રી હોવાનું પોતે કહી રહ્યો છે. તેમજ
કિરણ ક્લિનિક નામથી વલ્લભનગરમાં દવાખાનું ચલાવતો હતો.

મળતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. જેને લઈને હવે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કૌશિકે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આરોપી અખિલેશ સિંહ પાસે જે ડિગ્રી છે તે બોગસ ડિગ્રી છે. બોગસ ડીગ્રીના આધારે તે પ્રેક્ટિસ કરતો હતો. જેમ જેમ આરોગ્ય વિભાગને જાણ થાય છે તેમ તેમ તપાસ કરવામાં આવે છે. આ સિવાય 15 વર્ષથી દવાખાનું ચાલતું હતું છતાં આરોગ્ય વિભાગને ખબર ન પડી. જોકે આ ઘટનાને લઈને ન્યુઝ કેપિટલે આરોગ્ય અધિકારીને સવાલ કરતા આપ્યા ગોળ ગોળ જવાબ આપ્યા છે.

આ પણ વાંચો: નસબંધી કાંડ બાદ DDOની લાલઆંખ, તમામ ગેરહાજર લોકોને ફટકારી નોટિસ

આરોગ્ય અધિકારી પાસે પણ બોગસ ડોક્ટરો બાબતે કોઈ જવાબ નથી. સુરતમાં 2002થી આ બોગસ ડોક્ટરનું કૌભાંડ ચાલતું હોવા છતાં હવે આરોગ્ય વિભાગ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ કરશે. જિલ્લા આરોગ્ય વિભાગને જ સુરતના લોકોના આરોગ્યની કંઈ ચિંતા નથી.