કુમાર કાનાણીનો લેટર બોમ્બ, વરાછામાં અણઘડ વહિવટ મામલે બળાપો ઠાલવ્યો

સુરતઃ જિલ્લાના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. ચાલુ વિધાનસભાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનરને સંબોધીને પત્રલખ્યો છે.

પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ખોદકામના કામ સામે આક્રોષ વ્યક્ત કર્યો છે. વિકાસના કામનો વિરોધ નથી પરંતુ અણઘડ રીતે રસ્તા ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે વ્યક્ત કર્યો આક્રોશ છે. આ સાથે સાથે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

રસ્તાના ખોદકામને કારણે થતા ટ્રાફિકજામને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ પ્રતિબંધિત સમયે ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોવાની બાબતે પણ પત્રમાં ફરિયાદ કરી છે. વરાછા વિસ્તારમાં આડેધડ રસ્તા બંધ કરવાથી પડતી હાડમારી દૂર કરવા ઉપાય સૂચવ્યા છે.

આ પત્રમાં તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ કરી માગ કરી હતી. આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ માગ કરી છે.