સુરતમાં ગટરમાં પડીને થયેલા મોત મામલે નોંધાયેલા ગુનાનો મનપાના કર્મચારીઓ દ્વારા વિરોધ

સુરતઃ શહેરમાં ગટરમાં પડી ગયેલા કેદારના મોત મામલે થયેલી પોલીસ ફરિયાદ મામલે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં વિરોધ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલીસ સ્ટેશને સાપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ ગુનો દાખલ કર્યાનો વિરોધ કર્યો છે. તેમણે આ પ્રકારનો કોઈપણ ગુનો મહાનગરપાલિકાના કર્મચારી સામે ન થવો જોઈએ તેવી માગણી કરી છે. પોલીસની જગ્યા પર મહાનગરપાલિકાના કમિશનર જે પણ કાર્યવાહી કરે તે મંજૂર હોવાની વાત કર્મચારીઓએ કરી છે.

આ સમગ્ર ઘટના પરથી એવું લાગતું હતું કે જાણે જવાબદાર અધિકારીઓને મહાનગરપાલિકાના કર્મચારીઓને છાવરવા આગળ આવ્યા હોય. એક તરફ જુનિયર અધિકારી સુપરવાઇઝર ચેતન રાણાને સસ્પેન્ડ કર્યા બાદ પણ ઓર્ડર થતો નથી. અધિકારી સસ્પેન્ડ થાય તો જેલમાં જશે તેવું પાલિકાને ભાન થતાં પાલિકાએ આ નિર્ણય અટકાવ્યો છે. હવે તમામ કર્મચારીઓએ એકઠાં થઈને આ ફરિયાદનો વિરોધ કર્યો છે.