December 23, 2024

સુરત સ્વિમિંગ પુલ દારૂ પાર્ટીમાં જવાબદાર આરોપીઓ સામે SMCની કાર્યવાહી

અમિત રૂપાપરા, સુરત: શહેરના કતારગામ સીંગણપોર સ્વિમિંગપુલમાં દારૂ પાર્ટી કરવા મામલે સુરત પોલીસ બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાપાલિકા દ્વારા દારૂ પાર્ટી માટે જવાબદાર 4 કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, SMC સંચાલિત સ્વિમિંગ પુલમાં દારૂ પાર્ટી કરવા મામલે હવે મહાપાલિકા દ્વારા 4 જુનિયર સ્વિમિંગ પૂલ ઇન્સ્ટ્રક્ટરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. SMC દ્વારા કાર્યવહાઈ કરીને જુનિયર સ્વિમિંગ પૂલ ઇન્સ્ટ્રક્ટર તેજસ ખલાસી, દિનેશ સારંગ, અજયકુમાર સેલર અને સંજય ભગવાગરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ગઇકાલે રાત્રિના સમયે સ્વિમિંગ પૂલના રૂમમાં આ તમામ શખ્સો દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. કર્મચારીઓ દ્વારા જ દારૂ પાર્ટી કરતી હોવાની માહિતી સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પોલીસને આપી હતી. ત્યારબાદ, આ તમામ સામે પોલીસે કારીવાહી કરી હતી અને તમામની ધરપકડ કરી લીધી હતી.