નવસારી હાઇવે પરથી SMCએ 50 લાખનો દારૂ ઝડપ્યો, એકની ધરપકડ

ઇન્સેટમાં આરોપીની તસવીર
સુરતઃ નવસારી હાઇવે પર સ્ટેટ મોનિટરીંગ ટીમે સપાટો બોલાવ્યો છે. ગુજરાત પોલીસની SMC ટીમે હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપ્યો છે. વિદેશી દારૂથી ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટેમ્પાચાલક ફારૂક મોઇલાની ધરપકડ કરવામાં આવી છે. વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલોલ લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે તેને બાતમીને આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે પાયલોટિંગ કરનારા અલ્લારખાં સહિત દારૂ ભરાવનારા, ટેમ્પો માલિક, દારૂ મંગાવનારા મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે આ મામલે પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તો સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂનો સપ્લાય કરવામાં આવતો હતો. ત્યારે બાતમીને આધારે ડિંડોલી પોલીસે ટ્રકમાંથી દારૂની 3000 કરતાં વધુ બોટલો જપ્ત કરી લીધી છે. ત્યારે ટ્રક સહિત કુલ 13.87 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.