ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીના 2 યુનિટમાં આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

સુરત: ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝના 2 યુનિટમાં ભીષણ આગ લાગી છે. લુમ્સના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ 5 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર પાણીનો જોરદાર મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આગની ભીષણતાને ધ્યાને રાખીને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ત્રીજા માળે લાગેલી આગ નીચેના માળે પહોંચી ગઈ છે. હાલ ફાયર વિભાગ પ્રચંડ પાણીનો મારો ચલાવી રહી છે.